Jamnagar News/ હોર્મુઝની ખાડીમાં ફસાયેલું બીજું જહાજ નંદાદેવી  LPG કેરિયર સાથે ભારત આવ્યું

ભારતનું બીજું એલપીજી કેરિયર નંદાદેવી આજે ગુજરાત આવી પહોંચ્યુ છે. હોર્મુઝની ખાડીમાંથી નીકળેલું આ બીજું ભારતીય જહાજ છે. આવા કુલ 28 જહાજ છે.

Top Stories Gujarat Others Breaking News
Nandadevi LPG જહાજ ગુજરાતના દરિયાકાંઠે લાંગર્યુ

Jamnagar News: હોર્મુઝની ખાડીમાં ફસાયેલું ભારતનું બીજું જહાજ નંદાદેવી (Nandadevi) LPG કેરિયર સાથે ભારત આવી ગયું છે. નંદાદેવી LPG કેરિયર જહાજ જામનગર પહોંચ્યું છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતમાં ક્રૂડ ઓઇલની અછત સર્જાઈ હતી. ભારતમાં ક્રૂડ ઓઇલ અને રાંધણગેસ સહિતના પુરવઠાની તંગી સર્જાઈ છે.

નંદાદેવી (Nandadevi) LPG કેરિયર જામનગર આવ્યું

જામનગરના વાડીનારના દરિયામાં નંદાદેવી (Nandadevi) જહાજ આવી પહોંચ્યું છે. જહાજમાં 46 હજાર મેટ્રિક ટન એલપીજી (LPG) લાવવામાં આવ્યું છે. બે દિવસમાં બે જહાજ એલપીજી ગેસ લઈને ભારત પહોંચ્યા છે. આ જહાજ જામનગરમાં આવ્યું છે. આના પગલે દેશમાં પ્રવર્તતી પુરવઠાની અછતને બ્રેક વાગી છે. આ ઉપરાંત વધુ એક જહાજ આજે વાડીનાર બંદરે આવી પહોંચશે. આના પગલે ક્રૂડ ઓઇલની અછત પણ ઘટશે તેમ મનાય છે.

આ પહેલા વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલી અશાંતિ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના સળ રાજદ્વારી પ્રયાસોને કારણે LPGનો જથ્થો લઈને ભારતનું ‘શિવાલિક’(‘Shivalik’) જહાજ સુરક્ષિત રીતે ગુજરાતના મુંદ્રા બંદરે પહોંચ્યું છે. આ મહત્વપૂર્ણ સફળતા અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં ગૌરવભેર માહિતી આપી હતી.

Nandadevi LPG જહાજ ગુજરાતના દરિયાકાંઠે લાંગર્યુ
Nandadevi LPG જહાજ ગુજરાતના દરિયાકાંઠે લાંગર્યુ

પીએમ મોદીના રાજદ્વારી પ્રયત્નો સફળ

ગૃહમાં સંબોધન કરતા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, હાલમાં ઈરાન, ઇઝરાયેલ અને અન્ય દેશો વચ્ચે જે પ્રકારનું સંકટ ઘેરાયેલું છે અને યુદ્ધનું વાતાવરણ છે, તેવા સમયે ભારતનું LPG ગેસ ભરેલું શિવાલિક જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Hormuz)માંથી સુરક્ષિત પસાર થઈને મુંદ્રા (Mundra) બંદરે ગુજરાતની ધરતી પર આવી પહોંચ્યું છે. આ ઉપરાંત અન્ય એક ‘નંદાદેવી’ જહાજ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર થઇ ગયા છે.

મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરાહના કરતા ઉમેર્યું કે, વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ડિપ્લોમેટીક રીતે ભારત આજે વિશ્વમાં એક અલગ ઊંચાઈ પર પહોંચ્યું છે. આ ડિપ્લોમેટીક સંબંધોના પરિણામે જ યુદ્ધ જેવી અશાંતિ વચ્ચે પણ ભારતના જહાજ સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે.

રશિયા-યુક્રેન યુદ્ધ વખતે પણ વિદ્યાર્થીઓને સલામત બહાર કઢાયા હતા. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધના સમયને યાદ કરતા કહ્યું કે, તે સમયે વડાપ્રધાનના પ્રયાસોથી રશિયા અને યુક્રેનમાંથી યુદ્ધ રોકીને જે રીતે ભારતીય વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, તેવી જ કુશળતા આજે ફરી એકવાર જોવા મળી રહી છે. આ ‘નવું ભારત’ છે જેની તાકાત સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે.

મંત્રી જીતુભાઈ વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનની આ નીતિ અને ડિપ્લોમેટીક સફળતાને આપણે વધાવવી જોઈએ. તેમણે વિધાનસભા ગૃહના માધ્યમથી ગુજરાતની જનતા વતી વડાપ્રધાન  નરેન્દ્ર  મોદીનો આભાર વ્યક્ત કરીને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.


આ પણ વાંચો: મહેસાણા મહિલા કોંગ્રેસનો LPG ભાવ વધારા સામે વિરોધ

આ પણ વાંચો: રાજ્યમાં PNG સપ્લાય પૂરતો, LPG બફર વધારાયો

આ પણ વાંચો: નૌકાદળની સુરક્ષામાં LPG ટેન્કર ગુજરાત નજીક, 22 જહાજો હજુ ફસાયેલા