Ahmedabad News/ ચોમાસા પહેલા અમદાવાદમાં ભુવા

માત્ર ખાડિયા જ નહીં, શહેરના વાડજ વિસ્તારમાં પણ એક ભુવો (Potholes)પડ્યાની ઘટના સામે આવી છે

Gujarat Ahmedabad
ઝકરિયા મસ્જિદની ગલીમાં પડેલા ભુવા (Potholes)ના કારણે વાહનચાલકો અને રહેવાસીઓ માટે જોખમી પરિસ્થિતિ સર્જાઈ હતી

Ahmedabad News : અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન શરૂ થાય તે પહેલા જ રસ્તાઓની હાલત સામે સવાલો ઊભા થયા છે. શહેરના ખાડિયા વિસ્તારમાં અચાનક ભુવો પડતાં સ્થાનિકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ઝકરિયા મસ્જિદની ગલીમાં પડેલા ભુવા (Potholes)ના કારણે વાહનચાલકો અને રહેવાસીઓ માટે જોખમી પરિસ્થિતિ સર્જાઈ હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તો અચાનક ધસી પડતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ કોર્પોરેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે, તાત્કાલિક મરામત શરૂ કરવાની જગ્યાએ માત્ર બેરિકેડ મૂકી વિસ્તારને બંધ કરવામાં આવ્યો હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

માત્ર ખાડિયા જ નહીં, શહેરના વાડજ વિસ્તારમાં પણ એક ભુવો (Potholes)પડ્યાની ઘટના સામે આવી છે. ચોમાસા પહેલા જ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં રસ્તા ધસી પડતાં કોર્પોરેશનની કામગીરી અને પ્રી-મોન્સૂન પ્લાનિંગ પર સવાલો ઊભા થયા છે.

સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા પહેલા રસ્તાઓની મરામત અને ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવે છે, છતાં આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે તે મોટો પ્રશ્ન છે. હાલ બંને વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ લોકો ઝડપી અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.


આ પણ વાંચો : અમદાવાદમાં ભુવા કે ભુવામાં અમદાવાદ…?, શહેરમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત, બોપલ વિસ્તારના મુખ્ય માર્ગ પર પડ્યો મસમોટો ભૂવો, ભૂવામાં આખે આખુ સર્કલ થયું ગરકાવ, બોપલ-

આ પણ વાંચો : અમદાવાદમાં ભુવા પડવાની વણથંભી વણઝાર, જાણો આ વર્ષે શહેરમાં કેટલા ભુવા પડ્યા

આ પણ વાંચો : અમદાવાદમાં ‘ભુવા’ઓનું સામ્રાજ્ય! રિપેર કરાયેલ માર્ગ પર ફરી પડ્યો ભુવો, તંત્રની કામગીરીની પોલ ખુલી