National News/ શું છે બેમ્બી બકેટ સિસ્ટમ? જેનાથી એરફોર્સે કસૌલીના જંગલની ભીષણ આગ પર મેળવ્યો કાબૂ

હિમાચલ પ્રદેશના કસૌલીના જંગલોમાં લાગેલી ભીષણ આગને ભારતીય વાયુસેનાએ ‘બેમ્બી બકેટ સિસ્ટમ'(Bambi Bucket system ) ની મદદથી ઓલવી દીધી છે. જાણો શું છે આ ખાસ ટેક્નોલોજી અને ભારત પાસે કેમ નથી ફાયરફાઇટિંગ વિમાનો.

NATIONAL Top Stories India
Bambi Bucket system

Bambi Bucket system : હિમાચલ પ્રદેશના કસૌલીના જંગલોમાં લાગેલી ભીષણ આગને ઓલવવા માટે ભારતીય વાયુસેનાએ (IAF) મોરચો સંભાળીને પોતાની અદભુત તાકાતનો પરિચય આપ્યો છે. વાયુસેનાએ એરફોર્સ સ્ટેશન(Bambi Bucket system ) અને આસપાસના ગામોને બચાવવા માટે ‘બેમ્બી બકેટ’ સિસ્ટમ’ થી સજ્જ Mi-17 અને ચિનૂક હેલિકોપ્ટર તૈનાત કર્યા હતા. ચંદીગઢની સુખના તળાવમાંથી પાણી ભરીને આ હેલિકોપ્ટરોએ દુર્ગમ પહાડી વિસ્તારોમાં ‘નાઇટ વિઝન ગોગલ્સ’ ની મદદથી 15 કલાકથી વધુ સમય સુધી રાત્રિ ઓપરેશન ચલાવ્યું હતું. હિમાચલ પ્રદેશ વન વિભાગના જણાવ્યા અનુસાર, આ સીઝનમાં અત્યાર સુધીમાં આગની 230 થી વધુ ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેનાથી 3000 હેક્ટર વન જમીન પ્રભાવિત થઈ છે.

શું છે બેમ્બી બકેટ સિસ્ટમ?(Bambi Bucket system )

બેમ્બી બકેટ (Bambi Bucket) આગ ઓલવવાનું એક ખાસ હવાઈ ઉપકરણ છે. તે હેલિકોપ્ટરની નીચે કેબલ સિસ્ટમ દ્વારા લટકાવવામાં આવતું પાણીનું એક વિશાળ, ફ્લેક્સિબલ કન્ટેનર છે. હેલિકોપ્ટર કોઈ પણ તળાવ અથવા જળાશયની ઉપર હવામાં સ્થિર રહીને માત્ર થોડી જ સેકન્ડોમાં આ બકેટ ભરી લે છે અને પછી આગગ્રસ્ત વિસ્તારો પર પાણીનો મારો ચલાવે છે. ભારતમાં આ સિસ્ટમ કાયમી ધોરણે ફિક્સ નથી હોતી, પરંતુ કટોકટીના સમયે તેને સેનાના ભારે હેલિકોપ્ટરો સાથે જોડી દેવામાં આવે છે.

ભારત પાસે આગ ઓલવવાનું ખાસ હવાઈ બેડું કેમ નથી?

કસૌલીની આ આગે ભારતની એક મોટી માળખાકીય વાસ્તવિકતા ઉજાગર કરી છે કે ભારત પાસે હજુ પણ આગ ઓલવવા માટે કોઈ સમર્પિત હવાઈ બેડું (Dedicated Fleet) નથી. અમેરિકા કે કેનેડા જેવા દેશોથી વિપરીત, ભારતમાં જંગલની આગને પરંપરાગત રીતે સ્થાનિક અને મોસમી સમસ્યા માનવામાં આવે છે, જેનું સંચાલન રાજ્યના વન વિભાગો મર્યાદિત સંસાધનો સાથે કરે છે. જો કે, ક્લાઈમેટ ચેન્જના કારણે હવે આ આગ વિકરાળ બની રહી છે.

આગ ઓલવવા માટે ખાસ વપરાતા વિમાનો, જેમ કે Canadair CL-415, ખરીદવા અને તેનું મેન્ટેનન્સ કરવું અત્યંત ખર્ચાળ છે, જેમાં સેંકડો કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આ જ કારણે ભારત સરકાર એક અલગ બેડું રાખવાના બદલે સેનાની ક્ષમતા પર નિર્ભર રહે છે. જ્યારે પણ સ્થિતિ બેકાબૂ બને છે ત્યારે વાયુસેનાના Mi-17 જેવા હેલિકોપ્ટરોને(Bambi Bucket system ) તુરંત મોડિફાય કરીને ઓપરેશનમાં ઉતારવામાં આવે છે. PM Modi ના નેતૃત્વમાં દેશની આંતરિક આપત્તિ વ્યવસ્થાપન પ્રણાલીને મજબૂત કરવા માટે વાયુસેના હવે ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોમાં પણ આવી કટોકટીમાં મુખ્ય આધાર બની ગઈ છે.


આ પણ વાંચો:હિમાચલ પ્રદેશમાં જાતિ ભેદભાવ અને ઉત્પીડનથી કંટાળી, છોકરાએ ઝેર પી લીધું…..

આ પણ વાંચો:હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા-વરસાદથી હાહાકાર, 685 રસ્તા બંધ, પ્રવાસીઓ ફસાયા

આ પણ વાંચો:ગરમીથી છુટકારો મેળવવા માટે હિમાચલ પ્રદેશ છે બેસ્ટ, જાણો 7 દિવસમાં કયા કયા સ્થળો કવર કરવા