લીંબડી તાલુકાના ભલગામડા ગામે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ગંગા સ્વરૂપ બહેનોને પેન્શનપત્ર અને જરૂરિયાતમંદ લોકોને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કર્યું હતું. કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર નાનામાં નાના વ્યક્તિની આરોગ્યનું ધ્યાન રાખે છે.
આ પણ વાંચો:ભીષણ આગ / બિગ બોસના સેટ પર લાગી ભીષણ આગ,ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે
જરૂરીયાતમંદ લાભાર્થીઓને સરકારી યોજના હેઠળ રૂપિયા 5 લાખ સુધીની અદ્યતન નિષ્ણાત તબીબોની સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. તા.24થી 26 ફેબ્રુઆરીએ રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે તેવી કેબિનેટ મંત્રીએ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો:Illegal sand mining case / પંજાબના મુખ્યમંત્રી ચન્નીને ગેરકાયદેસર રેતી ખનન કેસમાં DMએ આપી કલીન ચીટ
ભલગામડા ગામે ઘરે ઘરે ફરીને વિધવા સહાયના ફોર્મ ભરી તેમજ સરકારની યોજના મુજબ 500 જરૂરિયાતમંદ લોકોને આયુષ્માન કાર્ડ કઢાવી આપનાર યુવા કાર્યકર સંજયભાઈ અમદાવાદીયા અને તેમની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડે.કલેકટર હર્ષવર્ધનસિંહ સોલંકી, લીંબડી તા.પં.પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, સરપંચ સુખદેવસિંહ ઝાલા, ઉપ સરપંચ શક્તિસિંહ ઝાલા, લખધીરસિંહ રાણા, વાઘુભા રાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
