Gandhinagar News/ પોલીસ ખાતાની ૩૫ વર્ષની સેવાઓ બાદ ASI રણજીતસિંહ સોલંકી વયનિવૃત્ત

retire બાદનું જીવન નિરોગી અને પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છા પાઠવતા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.ચુડાસમા

Gujarat Gandhinagar
retire

Gandhinagar News : પોલીસ ખાતામાં 35વર્ષની લાંબી સેવાઓ બાદ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રણજીતસિંહ સોલંકી આગામી 31મી ડિસેમ્બરે વયનિવૃત્ત (retire)થઈ રહ્યા છે. એસએપી ગ્રુપ-12માંથી એટેચમાં છેલ્લા 16 વર્ષથી પીઆરઓ શાખા, પોલીસભવન ખાતે નિવૃત (retire) સોલંકીને PRO શાખા દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી.

પોલીસભવન ખાતે નિવૃત સોલંકીને PRO શાખા દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી

રણજીતસિંહ સોલંકી  નિવૃત (retire) થતા પીઆરઓ શાખાને ચોક્કસ ખોટ પડશે

આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.ચુડાસમાએ વયનિવૃત્ત થતા રણજીતસિંહને શુભેચ્છાઓ આપતા કહ્યુ કે, સરકારી સેવામાંથી નિવૃત્ત (retire)થવું એક ફરજનો ભાગ છે ત્યારે તેમનું નિવૃત્તિ બાદનું જીવન નિરોગી અને પ્રવૃત્તિમય રહે તેમજ પરિવાર સાથે સુખમય પસાર થાય. એટલું જ નહીં, ખાતામાં અનુભવી કર્મચારીઓ વયનિવૃત્ત રણજીતસિંહ સોલંકી રણજીતસિંહ સોલંકી થઈ રહ્યાં છે ત્યારે તેમની સેવાઓની પીઆરઓ શાખાને ચોક્કસ ખોટ પડશે.

નિવૃત (retire) થતા  રણજીતસિંહે પોતાના પ્રતિભાવમાં કહ્યું કે, પોલીસ પરિવાર દ્વારા મને મળેલો અપાર પ્રેમ મારા માટે અવિસ્મરણીય રહેશે. 35 વર્ષની સેવાઓમાં તમામ અધિકારી, કર્મચારીઓએ આપેલા સહયોગ-પ્રેમને પરિણામે મને અપ્રતિમ સફળતા મળી છે. તે માટે સૌનો આભાર માની તેમણે તેમના કાર્યકાળ દરમિયાનના અનુભવો તાજા કર્યા હતા.

નિવૃતિ બાદ તેમણે તેમના કાર્યકાળ દરમિયાનના અનુભવો તાજા કર્યા હતા

આ પ્રસંગે પીઆરઓ ટુ ડીજીપી  વિપુલ ચૌહાણ, પીઆરઓ શાખાના પીએસઆઈ  કે.ઓ.દેસાઈ, એસ.જી.ચૌહાણ,  રાહુલસિંહ ચુડાસમા સહિત પીઆરઓ શાખાના અધિકારી-કર્મચારીઓએ તેમની સાથેના સંસ્મરણો તાજા કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત પોલીસ અને IASમાં આગામી ફેરફારો: પ્રમોશન, બદલી અને નિવૃત્તિ

આ પણ વાંચો: DGP વિકાસ સહાય નિવૃત્ત થશે, ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારની શક્યતા

આ પણ વાંચો: જામનગરના રણજીતનગર વિસ્તારમાં ઝડપાયું કુટણખાનું, નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર કુટણખાનું ચલાવતો હોવાનો ઘટસ્ફોટ