Not Set/ સુરતમાં હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી આવ્યા સામે

સુરત, સુરતના ઉઘના વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં તમે જોઇ શકો છે કે રીક્ષાચાલક બાઇક પર સવાર બે યુવકને કેવી રીતે ટક્કર મારે છે. એટલું જ નહીં ટક્કર મારીને રીક્ષાચાલક પૂરઝડપે રીક્ષા દોડાવીને ફરાર થઇ જાય છે. ઉલ્લેખનીય છે કે, 4 દિવસ પહેલા સુરતના ઉધના વિસ્તારમાં આ […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતના ઉઘના વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં તમે જોઇ શકો છે કે રીક્ષાચાલક બાઇક પર સવાર બે યુવકને કેવી રીતે ટક્કર મારે છે. એટલું જ નહીં ટક્કર મારીને રીક્ષાચાલક પૂરઝડપે રીક્ષા દોડાવીને ફરાર થઇ જાય છે.

ઉલ્લેખનીય છે કે, 4 દિવસ પહેલા સુરતના ઉધના વિસ્તારમાં આ હીટ એન્ડ રનની ઘટના બની હતી. બાઇકમાં સવાર બે મિત્રો ઉધના વિસ્તાર પાસેથી પસાર થઇ રહ્યા હતા.

આ દરમિયાન એક રીક્ષાચાલકે ટક્કર મારતા એકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે બીજાને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.  બન્ને યુવાનો પાંડેસરાના નાગસેન નગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.