Surat News/ સુરતમાં સિંગણપોર વિસ્તારમાં સ્કૂલવાનની અડફેટે થયું 5 વર્ષના બાળકનું મોત

સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સિંગણપોર રોડ ખાતે આવેલ નંદનવન સોસાયટીમા પારસભાઈ નાહિગરા પરિવાર સાથે રહે છે. પારસભાઈ…

Top Stories Gujarat Surat
@દિવ્યેશ પરમાર

Surat News: સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી સોસાયટી ખાતે સ્કૂલ વાન રિવર્સ લેતી વખતે અડફેટે આવતા 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. શારદા સ્કૂલની વાન નંદનવન સોસાયટીમા બાળકોને લેવા ગઈ હતી. તે સમયે અકસ્માત સર્જાયો હતો.

સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સિંગણપોર રોડ ખાતે આવેલ નંદનવન સોસાયટીમા પારસભાઈ નાહિગરા પરિવાર સાથે રહે છે. પારસભાઈ રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના સંતાન પૈકી 5 વર્ષીય શ્લોક સોસાયટીમાં રમી રહ્યો હતો. તે સમયે શારદા સ્કૂલની વાન સોસાયટીમાં વિદ્યાર્થીઓને લેવા માટે આવી હતી.

વાન ચાલક વાન રિવર્સ લઈ રહ્યો હતો. તે સમયે વાનની પાછળ શ્લોક આવી ગયો હતો. જેથી તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવને પગલે સિંગણપોર પોલીસે વાન ચાલક સંજય ભગુભાઈ પટેલ (ઉ.વ 45, રહે. કતારગામ દરવાજા)ને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં પરિવારના એકના એક પુત્રના મોતથી શોકનો માહોલ સર્જાયો હતો.