india news/ મોંઘવારીનો ડામ! રસોઈ ગેસના ભાવમાં ₹60 અને કોમર્શિયલ સિલિન્ડરમાં ₹115નો વધારો

તેલ કંપનીઓએ રાંધણ ગેસના (LPG Cylinder) ભાવમાં ₹60 અને કોમર્શિયલ સિલિન્ડરમાં ₹115નો વધારો કર્યો છે. મિડલ ઈસ્ટમાં તણાવ અને સપ્લાયમાં અવરોધને કારણે ભાવ વધ્યા છે.

Top Stories India
LPG Cylinder Price Hike March 2026

LPG Cylinder Price Hike March 2026: સામાન્ય જનતાના ખિસ્સા પર ફરી એકવાર મોંઘવારીનો બોજ વધ્યો છે. તેલ કંપનીઓએ રાંધણ ગેસ (LPG) અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ₹60 અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹115નો વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ (IOCL) ની વેબસાઇટ પર નવા દરો અપડેટ કરી દેવામાં આવ્યા છે, જે તાત્કાલિક અસરથી લાગુ થશે.

LPG Cylinder: તમારા શહેરમાં શું છે નવા ભાવ?

લાંબા સમય બાદ ઘરેલું ગેસના ભાવમાં વધારો ઝીંકવામાં આવતા ગૃહિણીઓનું બજેટ સાવ ખોરવાઈ ગયું છે. નવી કિંમતો અનુસાર, દિલ્હીમાં ગેસનો ભાવ ₹853 થી વધીને હવે ₹913 થઈ ગયો છે; જ્યારે કોલકાતામાં ₹879 થી વધીને ₹939 અને ચેન્નાઈમાં ₹868.50 થી વધીને ₹928.50 પર પહોંચતા મોંઘવારીનો માર વધુ તેજ બન્યો છે.

કોમર્શિયલ સિલિન્ડર (19 કિલો) ના ભાવ વધતા હવે હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ મોંઘા થશે. દિલ્હીમાં હવે કોમર્શિયલ સિલિન્ડર ₹1883 અને મુંબઈમાં ₹1835 માં મળશે.

અચાનક ભાવ વધવા પાછળનું કારણ શું?

સામાન્ય રીતે ગેસના ભાવ મહિનાની 1લી તારીખે બદલાતા હોય છે, પરંતુ આ વખતે 7 માર્ચે અચાનક ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ પાછળના મુખ્ય કારણોમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ જવાબદાર છે, જેના કારણે ગેસ સપ્લાય ખોરવાઈ ગઈ છે. ભારત તેની જરૂરિયાતનો 80 થી 90 ટકા ગેસ જે માર્ગેથી આયાત કરે છે તે મહત્વનો ‘હોર્મુઝ જળડમરુ મધ્ય’ (Strait of Hormuz) માર્ગ હાલ બંધ હાલતમાં છે. ચિંતાજનક બાબત એ છે કે અહેવાલો મુજબ ભારત પાસે હવે માત્ર 12 દિવસ ચાલે તેટલો જ ગેસ રિઝર્વ બચ્યો હોવાથી, સરકારે તાત્કાલિક તેલ કંપનીઓને પ્રોડક્શન વધારવા અને રિઝર્વ જાળવી રાખવા કડક સૂચના આપી છે.

શું હજુ પણ LPG Cylinderના ભાવ વધશે?

કતરના ઉર્જા મંત્રી સાઅદ અલ-કાબીએ ચેતવણી આપી છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો દુનિયામાં ઉર્જા સંકટ ઊભું થઈ શકે છે. ક્રૂડ ઓઈલના ભાવ 150 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. જો આવું થશે તો આગામી દિવસોમાં એલપીજીના ભાવમાં હજુ પણ મોટો વધારો જોવા મળી શકે છે.


આ પણ વાંચો: ઇરાન યુદ્ધ વકર્યુ તો રસોઈ ગેસના સિલિન્ડરોની અછતનો સામનો કરવા તૈયાર રહો

આ પણ વાંચો: 18 દિવસ ક્રૂડ, 21 દિવસ પેટ્રોલ ડીઝલ, 12 દિવસ ગેસ, જો ઈરાન કટોકટી લંબાય તો ભારત શું કરશે?

આ પણ વાંચો: ચંપાવતની સરકારી કોલેજમાં કેમિકલ બ્લાસ્ટ, ઝેરી ગેસથી ટીચર સહિત 8 વિદ્યાર્થિનીઓ બેભાન