Ahmedabad News/ T20 વર્લ્ડ કપ ફાઈનલ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવાના રસ્તા બંધ, જાણો પોલીસનું જાહેરનામું

8 માર્ચે રમાનારી ભારત-ન્યૂઝીલેન્ડ ફાઈનલ મેચને લઈ Ahmedabad પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. જાણો કયા રસ્તા બંધ રહેશે અને વૈકલ્પિક રૂટ કયા છે.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Traffic Advisor

Ahmedabad Traffic Advisor: ક્રિકેટ રસિયાઓ માટે આવતીકાલનો રવિવાર ઐતિહાસિક બની રહેવાનો છે. 8 મી માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની મહાફાઈનલ રમાશે. 1 લાખથી વધુ પ્રેક્ષકો અને વીવીઆઈપી મહેમાનોના આગમનને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસે ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે. જો તમે મેચ જોવા જવાના હોવ કે તે વિસ્તારમાંથી પસાર થવાના હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે.

Ahmedabad : કયો રસ્તો અને કયા સમયે બંધ રહેશે?

અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, આવતીકાલે રવિવારે (8 માર્ચ) મેચ હોવાથી સ્ટેડિયમની આસપાસનો વિસ્તાર ‘નો એન્ટ્રી’ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાના ભાગરૂપે જનપથ ટી-જંક્શનથી મોટેરા સ્ટેડિયમ મેઈન ગેટ થઈ કૃપા રેસિડન્સી અને ત્યાંથી મોટેરા ગામ સુધીનો આખો માર્ગ રવિવારે સવારે 10:00 વાગ્યાથી મોડી રાત્રે 02:00 વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ રહેશે.

વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ (Diversion)

લોકોને હાલાકી ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસે વૈકલ્પિક રસ્તાઓની પણ જાહેરાત કરી છે. તપોવન સર્કલ તરફથી આવતા વાહનચાલકો તપોવન સર્કલ અને વિસત જંક્શનથી જનપથ થઈને પાવર હાઉસ તરફ જઈ શકશે; જ્યારે પ્રબોધ રાવળ સર્કલ તરફથી આવતા લોકો પ્રબોધ રાવળ સર્કલથી કૃપા રેસિડન્સી થઈને ભાટ-કોટેશ્વર રોડ અથવા એપોલો સર્કલ તરફ સરળતાથી અવરજવર કરી શકશે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પાર્કિંગ

સ્ટેડિયમમાં આવતી ભીડને કંટ્રોલ કરવા અને ટ્રાફિક જામ ન થાય તે માટે 800થી વધુ ટ્રાફિક પોલીસના જવાનો ખડેપગે તૈનાત રહેશે. પ્રેક્ષકો માટે સ્ટેડિયમની આસપાસ અલગ-અલગ પ્લોટ્સમાં પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેચ પૂરી થયા બાદ પણ ટ્રાફિક હળવો કરવા માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2026: ફાઇનલ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શોર્ટલિસ્ટ થયું, જાણો ભારત-પાકિસ્તાન મેચ ક્યાં રમાશે?

આ પણ વાંચો: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 મે રમાશે મુંબઈ-પંજાબ વચ્ચે IPL

આ પણ વાંચો: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે કોલ્ડ પ્લે કોન્સર્ટ