Not Set/ આણંદ/ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 45 લાખની લૂંટના આતંકી ઝબ્બે

આણંદ પાસે લાંભવેલ માં આંગડિયા પેઢી ના માલિક સાથે 45 લાખની મતબાર રકમની લૂંટની ઘટના બની હતી.  જે અંગે આણંદ એલસીબી , એસઓજી અને અન્ય અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. અને પોલીસ ને આ લૂંટની ઘટના નો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ પોલીસે પાંચ આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી છે.  તેમની […]

Gujarat Others

આણંદ પાસે લાંભવેલ માં આંગડિયા પેઢી ના માલિક સાથે 45 લાખની મતબાર રકમની લૂંટની ઘટના બની હતી.  જે અંગે આણંદ એલસીબી , એસઓજી અને અન્ય અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. અને પોલીસ ને આ લૂંટની ઘટના નો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ પોલીસે પાંચ આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી છે.  તેમની પાસે થી 29 લાખ 50 હજાર રોકડ રકમ કરવામાં આવી જપ્ત કરવામાં આવી છે.

આ આરોપી પાસેથી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેઓ અગાઉ પણ વિવિધ જગ્યા પર 6  લૂંટ કરી ચૂક્યા છે અને આ તેમની 7 મી લૂંટ હતી. તેમની પાસે થી 1 એક્ટિવા, 1 પલસર અને 1 ગાડી પણ પોલીસે જપ્ત કરી છે. સાથે સાથે તમંચો,કારતૂસ  અને તીક્ષણ હથિયાર પણ મળી આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.