Surat News : સુરતના કામરેજમાં નેશનલ હાઈવે 8 ની બાજુમાં આવેલા ઉંભેરગામમાં રોયલ કેપ્સ ગોડાઉનમાં ઈમ્પોર્ટેડ કોલસાનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી સ્ટેટ મોનીટરિંગ (SMC) સેલના અધિકારીઓને માહિતી મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂ.6,96,061 ની કિંમતનો ઈમ્પોર્ટેડ કોલસો, રૂ.1,31,450 ની કિંમતનો વેસ્ટ કોલ, સાત મોબાઈલ, ચાર ડમ્પર, લોડર મશીન તથા અન્ય એક વાહન મળીને કુલ રૂ. 1,31,97,941 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે ઈમ્પોર્ટેડ કોલસો મિક્સ કરનારા હમીર ઉર્ફે બાબુ એન.બેલા, ટ્રક ડ્રાઈવરો અબ્દુલ હમીદ બશીપ શેખ, સુનિલકુમાર ડી. યાદવ અને મસ્તાન બી. કટાથની ધરપકડ કરી હતી. હમીર જામનગરનો રહેવાસી છે. જ્યારે અબ્દુલ સુરત અને મસ્તાન મુંબઈ નજીકના ભીવંડીનો રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

જ્યારે કોલસો વેચનાર, કોલસો વેચનાર અને ડમ્પર મોકલનારા ત્રણ શખ્સો ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો: નવસારીના પનાર ગામે ઈસમોએ ખેડૂતનું કર્યુ અપહરણ, પોલીસે તપાસ હાથ ધરી
આ પણ વાંચો: સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરનાર શકમંદ ઝડપાયો, બાતમીદારની સૂચના પર પોલીસે તેની અટકાયત કરી
આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં ફરજ બજાવનાર 4 પોલીસ કર્મી ચાલુ ફરજે વિદેશ પ્રવાસે જતા કર્યા સસ્પેન્ડ
