Gandhinagar News: ગુજરાતમાં શિક્ષણ વિભાગે રજા મૂકીને વિદેશ જતાં રહેનારા શિક્ષકો સામે કાર્યવાહી કરી હતી તેમ પોલીસ વિભાગે પણ ચાલુ ફરજે વિદેશ પ્રવાસે ઉપડી જનારા ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. પોલીસ વિભાગની જાણમાં આવ્યું હતું કે ચાલુ પગારે પોલીસકર્મીઓ વિદેશ પ્રવાસે ગયા છે, જેમા 9 પોલીસ કર્મચારી સામે ખાતાકીય તપાસના આદેશ કરવામાં આવ્યા છે. SMCના વડા નિર્લિપ્ત રાયના સ્ફોટક રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. આમ સરકારી શિક્ષકો પછી હવે ચાલુ પગારે વિદેશ જનારા પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પોલીસ કર્મીઓ થયા સસ્પેન્ડ
અમદાવાદ શહેરમાંથી 13 પોલીસ કર્મચારીની ગત નવેમ્બરમાં જિલ્લા બદલી કરાઈ હતી 13 પૈકી 4 પોલીસ કર્મચારીઓને DGP વિકાસ સહાયે કર્યા સસ્પેન્ડ,પોલીસ વિભાગની મંજૂરી વિના ચાલુ પગારે પોલીસ કર્મીઓએ કર્યા તા અનેક વિદેશ પ્રવાસ! બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓ પૈકી 4 જેમાં હેડ કૉન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), પો.કૉ. હરવિજયસિંહ ચાવડા (અમરેલી) મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર) ને ડીજીપી વિકાસ સહાયે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
આ ચારેય કર્મચારીઓ ગુજરાત હાઈકોર્ટ સુધી ગયા હતા
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે અમદાવાદના 13 પોલીસ કર્મચારીઓની જિલ્લા બદલી બાદ વધુ એક આકરો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેર પોલીસમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રભુત્વ ધરાવતા પોલીસ કર્મચારીઓની જિલ્લા બદલી થતાં ત્રણ કર્મચારીઓએ વિકાસ સહાય સામે બાંયો ચઢાવી ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં. જિલ્લા બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓની તપાસ ડીજીપી સહાયે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી હતી.
આ પણ વાંચો: આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી પરીક્ષા, કડક વ્યવસ્થા- CCTV કેમેરાથી નજર રખાશે
આ પણ વાંચો: સંગઠન પર્વ અંતર્ગત ગાંધીનગર પ્રદેશ કાર્યાલય આજે ભાજપની મહત્વની બેઠક
આ પણ વાંચો: ગાંધીનગર: કૌશિક વેકરીયાના લેટર કાંડ સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત
