Dhundhia Vav/ મહેમદાવાદમાં સફાઇના અભાવે ઢુંઢીયા વાવની દુર્દશા,આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના આંખ આડા કાન!

વાવમાં શહેરનો કચરો ઠાલવવામાં આવે છે, જેના લીધે ઐતિહાસિક વાવની દુર્દશા જોવા મળે છે

Top Stories Gujarat Trending

મહેમદાવાદ શહેર ઐતિહાસિક નગર તરીકે ઓળખાય છે,આજેપણ ઐતિહાસિક ધરોહરના લીધે મહેમદાવાદ જગ વિખ્યાત છે. શહેરના મધ્યમાં આવેલી ચાર રસ્તા પાસે આવેલી ઢુંઢીયા વાવમાં બિસ્માર હાલતમાં જોવા મળે છે ,આ ઉપરાંત વાવમાં શહેરનો કચરો ઠાલવવામાં આવે છે, જેના લીધે ઐતિહાસિક વાવની દુર્દશા જોવા મળે છે. મહેમદાવાદ શહેર તેના ઐતિહાસિક ધરોહરના લીધે જાણીતું બન્યું છે, ઐતિહાસિક ધરોહરને જોવા અને અભ્યાસ અર્થે વિદેશથી પર્યટકો અને વિધાર્થીઓ આવતા હોય છે. આ ઢુંઢીયા વાવની હાલત ખુબ ખરાબ છે. આજે વાવમાં શહેરનો કચરો નાંખવામાં આવે છે,જેના લીધે વાવમાં ગંધકીનો ઢગ જોવા મળે છે. આ વાવની સાફ સફાઇ કરવામાં આવતી નથી,કોઇ ચોકીદાર પણ નથી જેના લીધે ઐતિહાસિક ધરોહર નષ્ટ થવાના આરે પહોંચી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક વારસાની જાળવણીમાં આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા કોઇ જાળવણી કરી રહ્યું નથી અનેક વાર મૌખિક રજૂઆત કરી હોવા છંતા પણ આંખ આડા કાન કરી રહ્યું છે. આ ઢુંઢીયા વાવ તેના કલાત્મક નકશી કામથી મશહુર છે તેની હાલત આજે બિસ્માર છે. કોઇ જાળવણી કરવામાં આવી રહી નથી,વાવ બિસ્માર અને  જર્જિત હાલતમાં જોવા મળી રહી છે, વાવમાં ગંદકીનો ઢગ જોવા મળી રહ્યો છે. વાવની અંદરથી દુર્ગધ પણ મારી રહી છે. આ વાવની વહેલી તકે સફાઇ થાય અને તેની જાળવણી થાય તે માટે શહેરીજનોની માંગ છે.

મહેમદાવાદના સર્વોદય કો-ઓપરેટીવ સોસાયટીના મેનેજર રફીક ભાઇ મન્સુરીએ  કહ્યું હતું કે શહેરની ધરોહર ઢુઢીયા વાવ છે ,તેમાં શહેરનો કચરો નાંખવામાં આવે છે, આ વાવની જાળવણી માટે કોઇ ચોકીદાર નથી,આર્કોલોજિકલ ડિપાર્ટમેન્ટ તરફથી કોઇ જાળવણીૂ કરવામાં આવતી ન હોવાથી વાવ કચરના ઢગમાં તબદીલ થઇ ગઇ છે. આ વાવની વહેલી તકે જાળવણી થાય તેવી અમારી રજૂઆત છે.