ગુજરાત/ રાજય માં આજથી શાળા -કોલેજો માં શૈક્ષણિક કાર્ય નો ઓનલાઈન પ્રારંભ

રાજ્યમાં  આજ થી  શાળા-કોલેજોમાં આજે  શૈક્ષણિક કાર્ય નો પ્રારંભ થશે. શાળા ના શિક્ષકોએ શાળા-કોલેજમાં આવવાનું રહેશે પરંતુ વિદ્યાર્થીઓને ઘરે જ રહીંને ઓનલાઇન શિક્ષણ આપવાનું રહેશે. રાજ્ય માં સરકારી-ખાનગી કચેરીઓ,ધંધા રોજગાર પણ રાબેતા પ્રમાણે સવારે 9થી સાંજે 6 કલાક દરમિયાન શરૂ થશે. ફરવાલાયક સ્થળ એવા કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ તા. 8મીથી ફરી થી શરૂ […]

Gujarat

રાજ્યમાં  આજ થી  શાળા-કોલેજોમાં આજે  શૈક્ષણિક કાર્ય નો પ્રારંભ થશે. શાળા ના શિક્ષકોએ શાળા-કોલેજમાં આવવાનું રહેશે પરંતુ વિદ્યાર્થીઓને ઘરે જ રહીંને ઓનલાઇન શિક્ષણ આપવાનું રહેશે.
રાજ્ય માં સરકારી-ખાનગી કચેરીઓ,ધંધા રોજગાર પણ રાબેતા પ્રમાણે સવારે 9થી સાંજે 6 કલાક દરમિયાન શરૂ થશે.
ફરવાલાયક સ્થળ એવા કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ તા. 8મીથી ફરી થી શરૂ થઈ જશે. આ માટે ઓનલાઈન ટિકિટ બુકિંંગ શરૂ થઈ ગયું છે. હોટલ અને ટેન્ડ સિટી માટે પણ બુકિંગ ઇન્કવાયરી શરૂ થઈ છે. જો કે, 36 મહાનગરો-શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 9થી સવારે 6 કલાક દરમિયાન રહેશે. હોમ ડિલિવરી કરતી રેસ્ટોરન્ટ-હોટલ રાત્રે 10 વાગ્યા સુધી હોમ ડીલીવરી કે ટેકહોમની સર્વિસ આપી શકશે. તમામ સંસ્થાઓ, વ્યાપારી પેઢીઓ, ઉદ્યોગોએ કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
રાજયમાં ધો. 1થી12ની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા આશરે 1.27 કરોડ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય આરંભ થશે.આ સાથે આર્ટસ, કોર્મસ, સાયન્સ, ડીગ્રી-ડીપ્લોમાં ઇજનેરી સહિતના ટેકનિકલ અભ્યાસક્રમના આશરે 7 લાખ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય હાથ ધરાશે. વિદ્યાર્થીઓએ સ્કૂલે આવવાનું રહેશે નહીં, શિક્ષણ ઓ્નલા્ઇન હાથ ધરાશે. શિક્ષકો-બિનશૈક્ષણિક કર્મચારીઓએ સ્કૂલે આવવાનું રહેશે.