Not Set/ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ દરમિયાન બુથયાત્રાનું આયોજન

અમદાવાદ દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષ હોવાનો દાવો કરતા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો આવતીકાલે સ્થાપના દિવસ છે. ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્થાપના દિવસની ઉજવણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત કક્ષાએ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી માટે ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નેતાઓની બેઠક મળી હતી. જેમાં આવતીકાલે રાજ્યના વિવિધ […]

Gujarat

અમદાવાદ

દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષ હોવાનો દાવો કરતા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો આવતીકાલે સ્થાપના દિવસ છે. ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્થાપના દિવસની ઉજવણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાત કક્ષાએ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી માટે ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નેતાઓની બેઠક મળી હતી. જેમાં આવતીકાલે રાજ્યના વિવિધ શહેરોમાં ભાજપની બુથયાત્રા કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ બુથયાત્રા વિચારયાત્રા અને વિકાશયાત્રાના સ્વરૂપમાં હશે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિશેષ યોજનાઓ તેમજ ઉપલબ્ધીઓ અંગે માહિતીનુ વર્ણન કરવામાં આવશે. ગુજરાત સરકારના અલગ અલગ મંત્રીઓ પોત પોતના વિસ્તારમાં આ બુથયાત્રામાં જોડાશે. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી ગોધરા, મુખ્યમંત્રી વિજય રૂપાણી  અમદાવાદમાં ભાજપની બુથયાત્રામાં જાડાશે. નાયબ મુખ્યમત્રી નીતિન પટેલ-ખેડા, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા-ગાંધીનગર, ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા-રાજકોટમાં ભાજપની સ્થાપના દિવસ પર આયોજિત યાત્રામાં જોડાશે. આ ઉપરાંત આગામી 11 એપ્રિલે સુરતમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારોની બેઠક મળશે તેમજ 12 અને 13 એપ્રિલે પ્રદેશ કારોબારીની બેઠક મળશે. જેમાં પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતીષ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ હાજરી આપશે.