Junagadh News : જૂનાગઢમાં આજે (30 માર્ચ) કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા(Mansukh Mandaviya)એ સાયકલ ચલાવીને ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો હતો. ભવનાથ તળેટી ખાતે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી માંડવીયા ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય અને મોટી સંખ્યામાં સાયકલવીરો જોડાયા હતા. આ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત યોજાયો હતો.
ગિરનાર દરવાજાથી સવારે સાયકલ યાત્રા શરૂ થઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandaviya) અને ધારાસભ્ય સહિત અનેક લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સાયકલ સવારોએ જૂનાગઢ શહેરના વિવિધ માર્ગો પર સાયકલ ચલાવીને સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા(Mansukh Mandaviya)એ જણાવ્યું હતું કે સાયકલને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ બનાવો. તેમણે કહ્યું કે સન્ડે ઓન સાયકલ હવે સમગ્ર દેશમાં એક મુવમેન્ટ બની ગઈ છે અને દેશના 5000 સ્થળો પર સાયકલ ચલાવીને લોકોએ આ સંદેશો આગળ વધાર્યો છે. સાયકલ ચલાવીને ફિટ ઇન્ડિયાનો સંદેશો બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે.

મંત્રી માંડવીયા(Mansukh Mandaviya)એ ઓબેસિટી (મેદસ્વીતા) સામે લડવા માટે સાયકલિંગને શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું હતું. તેમણે દેશના યુવાનોને દર રવિવારે સાયકલ ચલાવવા માટે આહવાન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સાયકલ એ દરેક વ્યક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
કાર્યક્રમમાં જોડાયેલા સાયકલિસ્ટ પ્રિયંકા ટીંબડીયા(Priyanka Timbadiya)એ જણાવ્યું હતું કે, સાયકલ ચલાવવી એ માત્ર એક કસરત નથી, પરંતુ તે પર્યાવરણને બચાવવામાં પણ મદદ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે યુવાનોએ સાયકલિંગને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવવો જોઈએ.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો અને સાયકલ ચલાવવા માટે પ્રેરિત કરવાનો હતો. જૂનાગઢમાં આયોજિત આ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ તેમાં ભાગ લીધો હતો.
અગાઉ, અમદાવાદના જમાલપુર ખાતેના ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન માટે સાયકલ યોજાઇ હતી, જેમાં મોટી સંખ્યામાં ડોક્ટર અને અન્ય લોકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને અમદાવાદ શહેરના ધારાસભ્યો હાજર રહ્યા હતા. સાયકલ રેલીમાં મનસુખ માંડવિયાએ સૌપ્રથમ સાયકલ ચલાવી રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. ધારાસભ્યો પર સાયકલ સાથે રેલીમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી અને અન્ય લોકો સાયકલ સાથે પર મોટી સંખ્યામાં રેલી યોજી હતી.
@ AMMAR BAKHAI
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટની મુલાકાતે, અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મુદ્દે આપ્યું નિવેદન
આ પણ વાંચો: ભારતમાં રસીકરણ આંક 100 કરોડ પાર , મનસુખ માંડવીયાએ ટ્વિટ કરી આપી માહીતી , વડા પ્રધાન મોદીનો માન્યો આભાર
