ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવુ જરૂરી છે. પરંતુ સવાલ ઉભો થાય છે કે, શું આપણે ટ્રાફિકનાં નિયમોનું પાલન કરીએ છીએ ખરા? ઘણીવાર આપણે જોઇએ છીએ કે, લોકો ટ્રાફિકનાં નિયમોનું પાલન તો નથી જ કરતા ઉપરથી તેઓ કોઇ એવી આઈડિયા લગાવતા હોય છે કે તે ટ્રાફિકનાં દંડથી બચી શકે.
ટ્રાફિકનાં નિયમો આપણા માટે જ હોય છે, જેનું પાલન ન કરવા પર ઘણીવાર તમને ટ્રાફિક પોલીસ દંડ ફટકારતી રસ્તે જોવા મળી જશે. પરંતુ ઘણા એવા લોકો પણ હોય છે કે જે ટ્રાફિક પોલીસથી બચવા અવ-નવા પ્રયોગ કરી દંડથી બચી જાય છે. આવુ જ કઇંક રાજકોટનાં એક શખ્સે કર્યુ છે. આપને જણાવી દઇએ કે, રાજકોટમાં એક શખ્સે ટ્રાફિકનાં દંડથી બચવા માટે પોતાના વાહનનાં નંબર પ્લેટ ઉપર ભાજપનો કેસરી ખેસ લગાવી દીધો હતો, જેથી નંબર પૂરો ન દેખાય અને પોલીસની નજરમાં પણ તે ન આવે! આવુ કરવા પાછળ શું ભાજપનાં પક્ષનો હોવુ બતાવવું છે કે પછી તેના ખેસનાં નામેે ટ્રાફિકનાં દંડથી બચવુ છે? આ તસવીર પરથી હોન્ડાનું એક્ટિવા હોય તેવુ લાગી રહ્યુ છે, જેના પર ઉપરની તરફ 03 અને નીચેની તરફ 315 નંબર દેખાઇ રહ્યો છે. આ સિવાયનાં ડિઝિટ ઉપર આ કેસરીયો ખેસ બાંધી દેવામાં આવ્યો છે. જો કે આ એક વાયરલ થયેલો ફોટો છે, જે વાહનનાં નંબર ઉપર આ કેસરીયો ખેસ બાંધવામાં આવ્યો છે તે જરૂરી નથી કે વાહનનાં માલિક જ લગાવ્યો હોય, આ કોઇનાં દ્વારા મજાક પણ હોઇ શકે છે પરંતુ આ ફોટો વાયરલ થતા તે ચર્ચાનો વિષય બની રહ્યુ છે.
Crime: પાંચ વર્ષની બાળકી સાથે શારિરીક અડપલા કરનારાની પોલીસે કરી ધરપકડ
Ahmedabad: સગાઈ તૂટતા સોશિયલ મીડિયા પર રચ્યું ષડયંત્ર, પણ આખરે થયો જેલ હવાલે
Crime: મેટ્રો કોર્ટની મહિલા વકીલ સાથે છેડતી, મેસેજ કરી યુવકે હેરાન કરતા કારંજમાં નોંધાઈ ફરિયાદ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
