ચેતવણી/ અમદાવાદીઓ ચેતજો.. આ કારણથી કોરોનાની ઝપેટે ચડશો તો સારવારનું બિલ આવશે તગડું

અમદાવાદની જનતા માટે એક માઠા સમાચાર પ્રાપ્ત થયા છે,એક તરફ સમગ્ર દેશમાં કોરોના હાહાકાર મચાવ્યો છે, ગુજરાત સહિત આઠ રાજ્યોમાં કોરોના ફરીથી ફૂંફાડો મારી રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકારે ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની સમયમર્યાદામાં

Gujarat

અમદાવાદની જનતા માટે એક માઠા સમાચાર પ્રાપ્ત થયા છે,એક તરફ સમગ્ર દેશમાં કોરોના હાહાકાર મચાવ્યો છે, ગુજરાત સહિત આઠ રાજ્યોમાં કોરોના ફરીથી ફૂંફાડો મારી રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકારે ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની સમયમર્યાદામાં વધારો કર્યો છે. છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે લોકોના વેપાર ધંધા પર અસર પડી રહી છે. તેની વચ્ચે હવે દાઝ્યા પર ડામ જેવો ઘાટ ખડો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકારી હોસ્પિટલમાં પર્યાપ્ત બેડ સુવિધા હોવાનું કારણ આગળ ધરીને ખાનગી હોસ્પિટલ સાથેના ખાસ કરાર રદ કરવામાં આવ્યા છે.જેના કારણે શહેરની જનતાએ ચેતી જવાની જરૂર છે કારણ કે જો કોરોના ની સપાટી ચઢશો તો તગડું બીલ ચૂકવવાની નોબત આવી શકે છે.

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદમાં એક તરફ કોરોના માઝા મૂકી રહ્યો છે અને દિન-પ્રતિદિન કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સરકારે આ નિર્ણય લેતા સામાન્ય જનતા મુસીબતમાં મુકાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.અમદાવાદ મહાનગરપાલિકાએ ખાનગી હોસ્પિટલને ચૂકવેલા ખર્ચથી સરકાર નારાજ છે. સરકાર નારાજ થતા ખાનગી હોસ્પિપટલ સાથેના કરાર રદ્દ કરાયા છે. હવે કોરોનાની મફત સારવાર માત્ર સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ અને એસવીપી હોસ્પિટલ પૂરતી જ સીમિત થઈ ગઈ છે.

આરોગ્ય ક્ષેત્રના સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણેશહેરમાં એક તબક્કે કોરોના કેસો વધતાં મ્યુનિ. દ્વારા ખાનગી હોસ્પિટલ સાથે એમઓયુ કરીને 66 જેટલી હોસ્પિટલોમાં 50 ટકા બેડ એએમસી ક્વોટામાં રાખ્યા હતા. જ્યારે બાકીના 50 ટકા બેડ પર હોસ્પિટલ સત્તાવાળા પોતાની રીતે દર્દીઓને દાખલ કરી, નાણાં વસૂલી શકતા હતા. જે 50 ટકા બેડ મ્યુનિ. ક્વોટામાં રખાયા હતા, તે બેડ જો ખાલી રહે તો પણ નિશ્ચિત રકમ હોસ્પિટલને ચૂકવવા નિર્ણય કરાયો હતો. જોકે હવે ખાનગી હોસ્પિટલોના મ્યુનિ. ક્વોટાના બેડ હાલ પૂરતા હોસ્પિટલને પરત કર્યા છે, જેથી દાખલ દર્દીઓ પાસેથી હોસ્પિટલ સત્તાવાળા ચાર્જ વસૂલીને સારવાર આપી શકશે.