Gandhinagar News/ આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી પરીક્ષા, કડક વ્યવસ્થા- CCTV કેમેરાથી નજર રખાશે

ગાંધીનગરમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પદો પર ભરતી પરીક્ષાનું આયોજન કરાયું છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પદો માટે આજે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર કોર્પોરેશનમાં મદદનીશ ઇજનેર (સિવિલ) માટે 16 જ્ગ્યા મંજૂર કરવામાં આવી છે. તેમજ ગાંધીનગર કોર્પોરેશનમાં અધિક મદદનીશ (યાંત્રિક)ની 11 જ્ગ્યા તેમજ GMC સ્ટેશન ઓફિસર માટે 7 જ્ગ્યા માટે પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં મદદનીશ ઇજનેર (સિવિલ), અધિક મદદનીશ (યાંત્રિક) અને GMC સ્ટેશન ઓફિસર જેવા પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ થાય નહીં તે માટે GPSC દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા ખંડોમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે અને સમગ્ર પરીક્ષાની કામગીરી પર નજર રાખવા માટે ITIના ટેક્નિકલ એક્સપર્ટ પણ હાજર રહેશે. અગાઉની પરીક્ષાઓમાં કેમેરાને લગતી સમસ્યાઓ સામે આવ્યા બાદ આ વખતે GPSC દ્વારા આ મામલે પૂરતી તૈયારી કરવામાં આવી છે.

GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, પરીક્ષાની પારદર્શિતા જાળવવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, ઉમેદવારોને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપવાની તક મળે તે માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સંગઠન પર્વ અંતર્ગત ગાંધીનગર પ્રદેશ કાર્યાલય આજે ભાજપની મહત્વની બેઠક

આ પણ વાંચો: ગાંધીનગર: કૌશિક વેકરીયાના લેટર કાંડ સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓચિંતી બસ મથકની મુલાકાતે: ગાંધીનગરના મુખ્ય બસ મથકનું કર્યુ નિરીક્ષણ