Surat News : સુરતના ડિંડોલીમાં મર્ડરના આરોપીની હત્યા થતા ચકચાર મચી છે. તપાસમાં જૂની અદાવતમાં આરોપી ગણેશ વાઘની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ બનાવની વિગત મુજબ જગદંબા નગર પાસે માથાભારે ગણેશ વાઘની હત્યા કરવામાં આવી હતી.
અગાઉ ગણેશ વાઘે દેવા નામના યુવકની હત્યા કરી હતી. જેનો બદલો લેવા મૃતકના ભાઈએ જ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. આરોપી ગણેશ વાઘને 4 જણાએ ચાકૂના ઘા માર્યા હતા. જેમાં તેનું મોત નીપજ્યુ હતું. મૃતક ગણેશ વાઘ સામે અગાઉ 15 ગુના નોંધાયા હતા.
તે સિવાય ગણેશ વાઘ સામે બે વાર પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.નવાગામ ડિંડોલીમાં જગદંબા નગર પાસે માથાભારે ગણેશ વાઘની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઇ છે. આ હત્યા 4 ઈસમોએ કર્યાની વાત સામે આવી છે.ગણેશ વાઘ સાથે હત્યારાએ કોઈક બાબતે વાતચીત કરી હતી. પછી અચાનક ગણેશ પર ચપ્પુ વડે 4 જણાએ હુમલો કર્યો હતો.
માથાભારે ગણેશ વાઘને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી દેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે ડિંડોલી પોલીસ દોડી આવી હતી. બીજી તરફ પોલીસે હત્યારા સુકો સહિત ચાર જણાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.માથાભારે ગણેશ વાઘએ અગાઉ ઉધનામાં લિસ્ટેડ બુટલેગર કાલુની હત્યા કરી હતી.
ઉપરાંત મારામારી, ચેઈન સ્નેચિંગ, હત્યાની કોશિશ સહિતના 10 થી 15 ગુનાઓ પોલીસમાં નોંધાયેલા હતા.
આ પણ વાંચો:જુનાગઢમાં સતાધાર જગ્યાને લઈને વિવાદમાં મોટો ખુલાસો
આ પણ વાંચો:વિસાવદરમાં પૂર્વ ધારાસભ્યો વચ્ચેના વિવાદથી રાજકારણ ગરમાયું
આ પણ વાંચો:માંગરોળ સિવિલ હોસ્પિટલમાં વિવાદ બાદ આરોગ્ય વિભાગે આપ્યા તપાસનાં આદેશ
