Breaking News: દિલ્હીમાં આજે સવારે 9:18 કલાકે મહિપાલપુરમાં ભયંકર બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. મહિપાલપુરની રેડિશન હોટેલ નજીક બ્લાસ્ટ થવાથી તાત્કાલિક ફાયરની 3 જેટલી ગાડીઓ પહોંચી ગઈ છે. પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ ન હોવાના સમાચાર સામે આવ્યા છે. દિલ્હી પોલીસ, તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચ્યા.
સૂત્રો અનુસાર, મહિપાલપુરની રેડિશન હોટેલ નજીક બ્લાસ્ટ થવાથી ફાયરની 3 જેટલી ગાડીઓ તાત્કાલિક પહોંચી……..
પોલીસ અને તપાસ એજન્સીઓએ સંભાળી તપાસ
બ્લાસ્ટની જાણ થતાં જ દિલ્હી પોલીસ અને NDRFની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વિસ્તારને કોર્ડન કરીને સામાન્ય નાગરિકોને દૂર રાખવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આ વિસ્તાર હોટલ અને નાના ઉદ્યોગોથી ઘેરાયેલો છે, જેથી ધડાકાનો સ્ત્રોત ચોક્કસપણે શોધવો જરૂરી છે.
પ્રારંભિક તપાસમાં કોઈ પણ પ્રકારનું શંકાસ્પદ તત્વ ન મળ્યાની જાણકારી મળી છે. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “અમે ઘટનાસ્થળની પ્રાથમિક તપાસ કરી છે. હાલ સુધીમાં કોઈ વિસ્ફોટક સામગ્રી કે અન્ય આતંકી પ્રવૃત્તિના પુરાવા મળ્યા નથી. લાગે છે કે ધડાકો મિકેનિકલ કારણોસર થયો હશે.”
સ્થાનિક લોકોમાં ગભરાટ, પણ સ્થિતિ કાબૂમાં
મહિપાલપુરનો વિસ્તાર દિલ્હીના એરપોર્ટ વિસ્તાર નજીક હોવાથી સુરક્ષા દળો તરત જ સક્રિય થઈ ગયા હતા. ઘણા લોકો બ્લાસ્ટ સાંભળી પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. એક સ્થાનિક દુકાનદારે જણાવ્યું, “અચાનક જ એક મોટો બ્લાસ્ટ થયો, દિવાલો ધ્રૂજી ઉઠી, બધા બહાર દોડી આવ્યા. થોડા સમયમાં ફાયર બ્રિગેડ આવી ગઈ.”
સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હોટલના મહેમાનોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેટલાક રૂમોમાં ધૂમ્રપાન અથવા શોર્ટ સર્કિટની શક્યતાઓ પર પણ તપાસ ચાલી રહી છે.
પ્રશાસન સતર્ક, સુરક્ષા વધારાઈ
દિલ્હી પોલીસ કમિશનરે જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. IG અને સ્થાનિક ACP સ્તરની ટીમો સ્થળ પર છે. ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે, જે બ્લાસ્ટના અવશેષોનું રાસાયણિક વિશ્લેષણ કરશે.
આ ઘટનાએ ફરી એકવાર રાજધાનીની સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા શરૂ કરી છે. એરપોર્ટ વિસ્તાર નજીક આ પ્રકારની ઘટના થવી ગંભીર બાબત ગણાઈ રહી છે. પોલીસએ આસપાસના CCTV ફૂટેજ પણ જપ્ત કર્યા છે.
આ પણ વાંચો: દિલ્હી વિસ્ફોટ અંગે નવા ખુલાસા, મસૂદ અઝહરની બહેન સાથે સંપર્કમાં હતી શહિદા, જાણો શું મળ્યો હતો ટાસ્ક
આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ ગૃહ મંત્રાલયે NIAને સોંપી તપાસ, અત્યાર સુધી 10ના મોત
આ પણ વાંચો: દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, ત્રિવેન્દ્રમ, હૈદરાબાદ, પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
