Halvad News/ હળવદના ટિકર રણની ઢસી નજીક ત્યજી દેવાયલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો

હળવદ તાલુકાના ટિકર ગામ નજીક આવેલ રણની ઢસી પાસેથી કોઈ નિષ્ઠુર જનેતાએ ત્યજી દીધેલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે, આ બનાવ મામલે જિલ્લા પંચાયત સદસ્યએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો બનાવ સ્થળે રવાના થયો છે.

Top Stories Gujarat Rajkot

 

હળવદ : હળવદ તાલુકાના ટિકર ગામ નજીક આવેલ રણની ઢસી પાસેથી કોઈ નિષ્ઠુર જનેતાએ ત્યજી દીધેલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે, આ બનાવ મામલે જિલ્લા પંચાયત સદસ્યએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો બનાવ સ્થળે રવાના થયો છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટિકર ગામે આવેલ રણની ઢસી નજીકથી બપોરના સમયે નવજાત શિશુ મળી આવતા જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયાએ હળવદ પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે જવા રવાના થયો હોવાનું જાણવા મળે છે. હાલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા બનાવ સ્થળે લોકોના ટોળા એકત્રિત થયા છે.

પોલીસે આ કિસ્સામાં ઘનિષ્ઠ તપાસ આદરી છે. પોલીસનું કહેવું છે કે તે બાળકીનો ડીએનએ ટેસ્ટ કરાવશો અને તેને સ્થાનિક અનાથાશ્રમમાં ભરતી કરાવશે. તેની સાથે તેણે આસપાસની હોસ્પિટલોમાં આવી કોઈ બાળકીની ડિલિવરી કરાવવામાં આવી હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પણ તપાસ આદરી છે.  પોલીસ પ્રયત્ન કરી રહી છે કે બાળકીની માતાની ભાળ મળે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ