ગાંધીનગર/ પંચાયતના પ્રતિનિધિઓ માટે બનશે આધુનિક તાલીમ કેન્દ્ર, હશે આ નામ

ગુજરાત પંચાયત પરિષદ કે જેમાં અધિકારી અને કર્મચારીઓની તાલીમ લેવામાં લેવામાં આવે છે. આ ભવન જૂનું થઇ ગયું છે અને તેમાં ટેકનોલોજીનો અભાવ છે

Gandhinagar Gujarat

Gandhinagar News: રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ માટે દેશનું પ્રથમ આધુનિક તાલીમ કેન્દ્ર બનાવવામાં આવશે.સમગ્ર રાજ્યના તમામ જિલ્લા પંચાયતના પ્રમુખો વતી સરકારમાં વખતો વખત ગુજરાત પંચાયત પરિષદની રજુઆત ધ્યાને લઇ ગુજરાત સરકારના પંચાયત વિભાગે અંદાજીત 36 કરોડના ખર્ચે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ સંચાલિત નમૂનેદાર નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતિરાજ ભવન બનાવવામાં આવશે.

ગુજરાત પંચાયત પરિષદ કે જેમાં અધિકારી અને કર્મચારીઓની તાલીમ લેવામાં લેવામાં આવે છે. આ ભવન જૂનું થઇ ગયું છે અને તેમાં ટેકનોલોજીનો અભાવ છે તેથી રાજ્ય સરકાર દ્વારા પરિષદ હસ્તકની 13000 ચોમી જમીન લઇ લેવામાં આવી છે. એ ઉપરાંત નવું અધ્યતન ભવન બનાવવા માટે બીજી 2500 ચોમી સરકારી જમીન પણ સંપાદન કરવામાં આવી છે.

આ જ જગ્યાએ 36 કરોડના ખર્ચે નવા બંધાઇ રહેલા પંચાયત તાલીમ ભવનનું નવું નામ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંસ્થાન રાખવામાં આવ્યું છે. માર્ગ-મકાન વિભાગે જૂના ભવનના રિનોવેશનનો નિર્ણય લીધો છે. વિભાગના એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે નવા સૂચિત ભવનમાં ત્રિસ્તરીય પ્રતિનિધિઓ તેમજ પંચાયત વિભાગના વિવિધ સંવર્ગના કર્મચારીઓને તાલીમ અપાશે.નવા તાલીમ કેન્દ્રની ડિઝાઇન, પ્લાનિંગ તેમજ એસ્ટીમેટ ગાંધીનગર જિલ્લા પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા બનાવવાના રહેશે. આ કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગના નિયમો પ્રમાણે પ્રાઇવેટ આર્કિટેક્ટની સેવાઓ લઇ શકાશે.

ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ કે જે હાલમાં કાર્યરત છે તેની તમામ અસ્ક્યામતો નવા ભવનને તબદીલ કરવાની રહેશે. રાજ્યકક્ષાના નવા તાલીમ કેન્દ્રના વહીવટી સંચાલન માટે પ્રતિનિયુક્તિના ધોરણે તાલીમ કેન્દ્રની જગ્યાઓ ભરવા માટેનું સેટઅપ સરકારમાં મંજૂરી અર્થે દરખાસ્ત તૈયાર કરી રજૂ કરવાની રહેશે. આ કેન્દ્રમાં નવી જગ્યાઓ ઉભી કરવાની રહેશે નહીં. આ કેન્દ્રમાં અધિકારી તેમજ કર્મચારીઓને સાપ્તાહિક, પખવાડિક અને માસિક તાલીમ આપવા માટે જે તે વર્ષનું તાલીમ કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે.

 આ તાલીમ કેન્દ્રમાં મહિલાઓ માટે રહેવા સાથે ખાસ સલામતી સાથેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેમજ જેન્ટ્સ હોસ્ટેલ, સેન્ટ્રલ એસી ઓડિટોરિયમ, સ્માર્ટ ક્લાસરૂમ, વાંચન માટે અદ્યતન લાયબ્રેરી તેમજ તાલીમ કેન્દ્રમાં ફરજ બજાવતા અધિકારી તેમજ કર્મચારીઓ માટે સુવિધાજનક સ્ટાફ ક્વાર્ટર્સ બનાવાશે. ઉત્કૃષ્ઠ તાલીમ મળે તે માટે તજજ્ઞ ગેસ્ટ ફેકલ્ટી તરીકે રાજ્યના નિવૃત્ત અધિકારીઓની સેવાઓ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર