મુલાકાત/ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીજીએ “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની લીધી મુલાકાત

મહારાષ્ટ્રના રાજ્યપાલ  ભગતસિંહ કોશિયારીજીએ આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની મુલાકાત લીધી

Top Stories Gujarat
Bhagat Singh Koshiariji visited the "Statue of Unity

Bhagat Singh Koshiariji visited the “Statue of Unity”:  મહારાષ્ટ્રના રાજ્યપાલ  ભગતસિંહ કોશિયારીજીએ આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી અને સરદાર પટેલ સાહેબના જીવનની ઝાંખી કરાવતા વિવિધ પ્રદર્શન નિહાળ્યા હતા. પોતાનો પ્રતિભાવ પ્રકટ કરતા રાજ્યપાલશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પોથીમાં લખ્યું કે, સરદાર સાહેબની આ અભૂતપૂર્વ પ્રતિમા મા ભારતીના સપૂતોને યુગો-યુગો સુધી એકસૂત્રમાં બાંધવાનું કામ કરશે.

આજે વિશ્વની સૈાથી ઊંચી પ્રતિમાની મુલાકાત   ( Bhagat Singh Koshiariji visited the “Statue of Unity”.) મહારાષ્ટ્ના રાજ્યપાલે કરી હતી અને અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા જોયા ખુબ વખાણ કર્યા હતા, અને વિશ્વમાં આજે સ્ટચ્યુ ઓફ યુનિટી ખુબ જાણીતું બન્યું છે. આજે વિશ્વના ખૂણે ખૂણેથી સરદાર પટેલના સ્ટેચ્યુને જોવા આવે છે,આજે મહારાષ્ટ્ના રાજ્યપાલે પણ ખાસ મુલાકાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી હતી ,આ યુનિટીમાં સરદાર પટેલના જાવનની તમામ પાસાંઓ ખુબ સારી રીતે આવરી લેવામાં આવ્યા છે, આ મુલાકાત દરમિયાન વિઝીટર બુકમાં ખાસ સંદેશો લખ્યો જેમાં તેમણે લખ્યું ભારતીય સપૂતોને યુગો યુગો સુધી એક સૂત્રમાં બાંધવાનું કામ કરશે.

ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે અત્યાર સુધી એક કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. તારીખ ૩૧ મી ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ  કર્યા બાદ વિશ્વભરના શ્રેષ્ઠ ટુરીસ્ટ સ્થળોની યાદીમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યુ છે. નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૩૧ મી ઓક્ટોબર ૨૦૧૮ થી આજ સુધીમાં એક કરોડ પ્રવાસીઓ નોંધાતા કરોડો રૂપિયાની આવક થઈ છે. દીવાળીના વેકેશનના દિવસો દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. વિદેશથી પણ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ નોંધાયા છે.

Winter Health/..તો શિયાળામાં બીમાર પડવા પાછળ આ સાયન્સ કામ કરે છે.. રિસર્ચમાં થયો ખુલાસો