નવા વર્ષની શરૂઆત સાથે લોકો બજેટની રાહ જોતા હોય છે. વર્ષ 2024નું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ મહિલાઓ, ખેડૂતો, ગરીબો અને યુવાનો માટે ખાસ હોઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. આ એક વચગાળાનું બજેટ છે. વચગાળાના બજેટમાં ચૂંટણી વર્ષમાં દેશના ખર્ચને પહોંચી વળવા માટે સરકાર પાસે કેટલા પૈસા છે અને તેનો ઉપયોગ કેવી રીતે થશે તેની ચર્ચા થાય છે.
સૌથી વધુ વખત બજેટનો રેકોર્ડ
સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે છે. મોરારજી દેસાઈએ 10 વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. તેમના બાદ સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર બીજા વ્યક્તિ પી ચિદમ્બરમ છે. જેમણે 9 વખત બજેટ રજૂ કર્યું. ત્યારપછી યશવંત સિંહા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 8 વખત બજેટ રજૂ કર્યું હતું. જ્યારે અરુણ જેટલી અને વર્તમાન નાણામંત્રી સીતારમણે 5 વખત કેન્દ્રીય બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. અને હવે નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2024ના રોજ છઠ્ઠી વખત બજેટ રજૂ કરનાર એકમાત્ર મહિલા હશે.

બજેટ-2024માં થઈ શકે છે આ જાહેરાતો
કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે સરકારનું બજેટ ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ માટે ખૂબ જ ખાસ હોઈ શકે છે. આ સાથે બજેટમાં ઘણી મોટી જાહેરાતો પણ કરવામાં આવી શકે છે. મહિલાઓ માટે બજેટમાં ફાળવણી વધારવામાં આવી શકે. છેલ્લા 10 વર્ષમાં ફાળવણીમાં 30%નો વધારો થયો છે.
- ઘર માટે વ્યાજ સબવેન્શન સ્કીમ જાહેર કરવામાં આવી શકે
- એનપીએસને આકર્ષક બનાવવા સામાજિક સુરક્ષા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે
- કિસાન સન્માન નિધિમાં કરી શકે છે વધારો, (8000 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરી શકાય)
- ખેડૂતોને પાકની સાથે આરોગ્ય અને જીવન વીમો આપવામાં આવી શકે
- મહિલાઓ માટે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર જેવી યોજનાઓ લાગુ કરાય
- મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ યોજના
- મહિલા ખેડૂતો માટે સન્માન નિધિ 12 હજાર રૂપિયા સુધીની કરી શકે
- મહિલાઓને મનરેગા માટે વિશેષ અનામત અને ઉચ્ચ માનદની અપેક્ષા છે
- મહિલાઓને વ્યાજમુક્ત લોન ઓફર કરવામાં આવી શકે
- નોકરિયાત લોકો માટે થઈ શકે છે મોટી જાહેરાત
મહત્વનું છે કે આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તે પહેલા દેશની આર્થિક સ્થિતિ જણાવવા માટે 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની રહેશે. ચૂંટણી વર્ષમાં દેશમાં બે બજેટ રજૂ કરવામાં આવે છે, જેમાંથી પ્રથમ બજેટ વર્તમાન સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે અને બીજું બજેટ નવી સરકારની રચના પછી રજૂ કરવામાં આવે છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ છે. દેશના દરેક વર્ગના લોકોને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

આર્થિક સર્વેક્ષણ રજૂ કરાશે
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રપતિનું સંબોધન 31 જાન્યુઆરીએ થશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંયુક્ત રીતે બંને ગૃહોને સંબોધશે. બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધન બાદ 31 જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. આર્થિક સર્વેક્ષણ એક હિસાબ જેવું છે જેમાં દેશના છેલ્લા એક વર્ષના હિસાબોના આધારે આગામી વર્ષનું બજેટ તૈયાર કરવાની રૂપરેખા નક્કી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીના બીજા કાર્યકાળના છેલ્લા બજેટમાં વ્યવસાય કરવાની સરળતા, સ્થાનિક નવીનતાને પ્રોત્સાહન આપવા અને ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવી શકે.
આ પણ વાંચો: ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ
આ પણ વાંચો:
