Nipah Virus 2026: ભારતમાં ફરી એકવાર જીવલેણ નિપાહ વાયરસ (Nipah Virus) એ દસ્તક આપી છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાની બારાસત હોસ્પિટલમાં ફરજ બજાવતી બે નર્સોમાં આ વાયરસની પુષ્ટિ થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) દ્વારા આ સેમ્પલ્સનું પરીક્ષણ કર્યા બાદ સંક્રમણની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

120 લોકો પર મંડરાતું જોખમ
Nipah Virus Outbreak 2026 ની ગંભીરતાને જોતા, સંક્રમિત નર્સોના સંપર્કમાં આવેલા 120 થી વધુ લોકોને તાત્કાલિક હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ યાદીમાં ડોકટરો, અન્ય નર્સો, એમ્બ્યુલન્સ ડ્રાઇવરો અને દર્દીઓના પરિવારજનોનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ લોકોના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, કારણ કે નિપાહ વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે.

કેટલો ઘાતક છે આ Nipah Virus વાયરસ?
નિષ્ણાતોના મતે નિપાહ વાયરસનો મૃત્યુદર 40% થી 75% જેટલો ઊંચો છે, જે તેને કોરોના કરતા પણ વધુ ખતરનાક બનાવે છે. હાલમાં આ વાયરસ માટે કોઈ ચોક્કસ રસી કે દવા ઉપલબ્ધ નથી, માત્ર લક્ષણોના આધારે સારવાર કરવામાં આવે છે. ભારતમાં સૌથી પહેલા 2001માં સિલિગુડીમાં આ વાયરસ જોવા મળ્યો હતો, ત્યારબાદ કેરળમાં પણ તેના અનેક કેસો નોંધાયા છે.
આ પણ વાંચો: શું ફરી આવી રહ્યો છે કોરોના વાયરસ? આ દેશમાં મચ્યો હડકંપ
આ પણ વાંચો:કોરોનાને લઈને તંત્રની પોલંપોલ : કોરોનાથી બેના મોત છતા આરોગ્યમંત્રીને જોખમી લગતો નથી
આ પણ વાંચો: આ જીલ્લામાં એક ભેદી વાયરસ બાળકોને મારી રહ્યો છે, ICMR ટીમ કરી રહી છે તપાસ
