કૃષિ આંદોલન/ ખેડૂતોનો દરજ્જો માતા–પિતાથી ઓછો નથી : સોનુ સૂદ

છેલ્લા 9 દિવસથી કૃષિ કાયદાને લઈને ધરણા પર બેઠેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકારની પાંચમી રાઉન્ડની વાટાઘાટો ચાલી રહી છે. સેલેબ્સ સતત ખેડૂતોનાં સમર્થનમાં ટ્વીટ કરી રહ્યા છે તાજેતરમાં જ અભિનેતા સોનુ સૂદે એક ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં અભિનેતા કહી રહ્યા છે કે, “ખેડૂતનો દરજ્જો માતા-પિતાથી […]

India

છેલ્લા 9 દિવસથી કૃષિ કાયદાને લઈને ધરણા પર બેઠેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકારની પાંચમી રાઉન્ડની વાટાઘાટો ચાલી રહી છે. સેલેબ્સ સતત ખેડૂતોનાં સમર્થનમાં ટ્વીટ કરી રહ્યા છે તાજેતરમાં જ અભિનેતા સોનુ સૂદે એક ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં અભિનેતા કહી રહ્યા છે કે, “ખેડૂતનો દરજ્જો માતા-પિતાથી ઓછો નથી.” લોકો સોનુ સૂદની આ ટ્વિટ પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.

ખેડૂતનો દરજ્જો માતા-પિતાથી ઓછો નથી.

આપને જણાવી દઈએ કે, પાંચ બેઠકની વાટાઘાટોને લઇને દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં 40 ખેડ઼ૂત સંગઠનોનાં પ્રતિનિધિઓની સાથે થઇ રહી આ વટાઘાટો માટે કેન્દ્રની તરફથી કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, રેલ્વે, વાણિજ્ય અને ખાદ્ય પ્રધાન પિયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમ પ્રકાશ હાજર છે. વાતચીતનાં પાંચમા તબક્કાથી, દરેક લોકો આજે આ મુદ્દાનાં નિરાકરણ વિશે આશાવાદી છે.

ખેડૂત સંઘનાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, “હજી સુધી કોઈ નવુ નથી, પ્રધાનો જૂની જ વાતો કરી રહ્યા છે, ટી-બ્રેક પછી સરકાર તેના કાર્ડ ખોલી શકે છે…” અખિલ ભારતીય કિસાન સભાનાં બાલકરણ સિંઘ બરારે જણાવ્યું હતું, અમે સરકાર દ્વારા સૂચિત સુધારાને સ્વીકારીશું નહીં. અમે આ ત્રણ કાયદા પરત કરાવીશુ અને અમે અમારી આઠ માંગણીઓ પૂરી કરાવીશું અને પછી આંદોલન પાછુ ખેંચીશું. આ ત્રણેય કાયદા ખેતીને મૂડીવાદીઓને સોંપવા માટેની તૈયારીમાં છે.”

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 36 હજારથી વધુ કેસ

બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસ: PM મોદીએ કહ્યું – અમે આંબેડકરના સપના પૂરા કરવા કટિબદ્ધ…

ભાજપ સાથે સારા સબંધ હોત તો આજે પણ CM હોત, કોંગ્રેસ સાથે જોડાણથી બધુ ગુમાવ્યું – કુમારસ્વામી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…