દેશનાં બે રાજ્યમાં વિઘાનસભા મુખ્ય ચૂંટણી અને બાકીનાં પ્રાંતોમાં પેટા ચૂંટણીનો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે. PM મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, રાહુલ ગાંધી, ડો. મનમોહનસિંહ, સોનિયા ગાંધી સહિતનાં અનેક નેતાઓ અને અભિનેતાઓ ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા છે. દેશમાં એક તરફ પ્રચારનો વરસાદ છે, તો બીજી તરફ આવનાર સંકટોની બુમરાડ જોરજોરથી સંભળાઇ રહી છે. વર્લ્ડ બેંક, IMF, ગોલ્ડમેન સૈશ, ગ્લોબલ હંગર ઈન્ડેક્સ, દુનિયાભરનાં અર્થશાસ્ત્રી દેશનાં અર્થતંત્ર વિશે, બેરોજગારી, ભૂખમરો, ગ્રોથ રેટ વિશે ખતરાની ઘંટડી વગી રહ્યા છે.(અલબત સંભળાઇ નથી રહી તે અલગવાત છે). ત્યારે ચૂંટણીમાં મુદ્દા શું હોવા જોઇએ તે પ્રશ્ન ફરી લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.
આવા જ એક ચૂંટણી પ્રચારમાં ભાજપનાં સાંસદ અને અભિનેતા ટર્ન રાજકારણી સન્ની દેઓલ પણ જોડાયા હતા. #હરિયાણા_પોલ્સ માટે હિસારમાં પીઢ અભિનેતા અને ભાજપના સાંસદ સન્ની દેઓલ દ્વારા પ્રચાર મંચ પરથી કહેવામાં આવ્યું કે, “તારિક પે તારીક, તારી પેરી તારી, પણ 21 તારીખ યાદ રાખજો……..કમળનાં ફૂલના નિશાનવાળું બટન દબાવવાનું છે, નહીં તો ‘ યે 2.5 કિલો કા હાથ જબ ઉથતા હૈ ક્યા હોતા હૈ????? પર ઇસ બાર આપસે સિર્ફ હાથ જોડને આયા હૂં.’ અભિનેતાનાં આ ડાયલોગથી ત્યા હાજર પ્રજાએ તેમને તાલીઓથી વધાવી લીધા ??? પરંતુ શું આ કહેવાય ચૂંટણીનાં મુદ્દા ????
Veteran actor & BJP MP Sunny Deol in Hisar: Tareek pe tareek, tareek pe tareek, par 21 tareek ko yaad rakhna, kamal ke phool ka button dabana hai,nahi toh ye 2.5 kg ka haath jab uthta hai toh kya hota hai? Iss bar aapse sirf haath jodhne aaya hun. #HaryanaAssemblyPolls (17.10) pic.twitter.com/P5HQWGCofF
— ANI (@ANI) October 18, 2019
ફિલ્મોનાં ડાયલોગથી જીતવામાં આવી રહી છે ચૂંટણી. મુદ્દાનો સાચા મુદ્દાનો શું દુષ્કાળ પડ્યો છે. શું દેશમાં ભાજપનાં એક નેતાએ કહ્યું તેમ કોઇ સમસ્યા જ નથી (રવિ શંકર પ્રસાદ – મુંબઇ). શું મહાન અને વિશાળ ગણાતા પક્ષો (કોંગ્રેસ-ભાજપ) પાસે ભવિષ્ય માટે કોઇ એકશન પ્લાન જ નથી. શું દેશમાં મંદી છે અને અર્થતંત્ર લથડતી હાલતમાં છે તેના સ્વીકાર સાથે કોઇ પક્ષ તેને કેમ ખાળવું તેની વાત કરી મત માગી શકવા સક્ષમ જ નથી કે આવા આભાષિ મુદ્દા પર ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
5000 કરોડનાં અર્થતંત્રની વાતો કરતી સરકાર ચૂંટણીમાં આર્થિકમંદી અને નબળાઇ માંથી બાર આવવાનાં રસ્તા વિશે વાત કરવામાં સમર્થ જ નથી. કેન્દ્રમાં આટલા વર્ષ શાસનમાં હોવ છતા આ પૂર્વ સરકારે કર્યું હતું તેને મુદ્દો બનાવવો પડે છે હજું. (પૂર્વ સરકારે જે કર્યુ તે પ્રજા જાણે છે માટે જ તમને તક આપી છે) તમે આટલા વખતમાં શું કર્યુ તે કહો. તેવું પ્રજા પણ પૂછવામાં અસમર્થ છે શું???
વિશ્વના તમામ દેશમાં મંદી અને આર્થિક નબળાઇ સમયાંતરે આવે જ છે અને તે તમામ જાણે છે. ત્યારે વિપક્ષ સરકારને અને સરકાર વિપક્ષને નીચું દેખાળવા સિવાઇ આ મામલે શું કરવું જોઇએ તે કહેવાની હિંમત શું કોઇ રાજકીય પક્ષમાં નથી રહી.
મજબૂત લોકશાહી માટે ચૂંટણીમાં મજબૂત મુદ્દા અનિવાર્ય છે અને મુદ્દા પર કેટલું કામ કર્યું તે આવનારી ચૂંટણીમાં પુછવાની ફરજ પ્રજાની છે, તે પણ જાણવું અત્યંત જરુરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
