Ahmedabad News/ આજથી શરૂ થઈ ગઈ ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ થશે શરૂ

GSHSEB ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા (Board Exam) આજથી શરૂ. અમદાવાદમાં 1.73 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં, ભદ્રકાળી નગરયાત્રાને કારણે ટ્રાફિક અસર.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Board Exam

Ahmedabad News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)ની ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાઓ (Board Exam) આજથી શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયનું પેપર આપશે. રાજ્યભરમાં આ વર્ષે કુલ 15,27,724 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેમાં ધો.10ના 9,07,175 અને ધો.12ના 6,20,549 વિદ્યાર્થીઓ સામેલ છે.

શહેરમાં 69 કેન્દ્ર અને 347 બિલ્ડિંગમાં પરીક્ષા (Board Exam)

અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં વિદ્યાર્થીઓમાં ધોરણ 10ના 54,492,ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં  33,044,ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 8,152 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ ગ્રામ્યમાં કુલ 78,180 વિદ્યાર્થીઓ પરીક્ષા (Board Exam) આપશે. જેમાં ધોરણ 10માં 46,440, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 25,560 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં  6,180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ અમદાવાદ શહેરમાં કુલ 95,688 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

અમદાવાદ શહેરમાં 69 પરીક્ષા કેન્દ્રો અને 347 બિલ્ડિંગ્સમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વર્ષે (2025)ની સરખામણીએ શહેરમાં 3,420 વિદ્યાર્થીઓનો વધારો નોંધાયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 350નો ઘટાડો છે.દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 181 અને ગ્રામ્યમાં 48 રાઈટર્સ (લેખકો)ને મંજૂરી આપવામાં આવી છે.

આજે અમદાવાદના સ્થાપના દિવસે નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા (6.25 કિમી લાંબો રૂટ) નીકળશે. સવારે 7 વાગ્યાથી શરૂ થનારી આ યાત્રા બપોરે 1 વાગ્યા સુધી ચાલશે, જેના કારણે શહેરના અનેક મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામની સંભાવના છે.


આ પણ વાંચો: સ્પર્ધાત્મક પરીક્ષા અને ‘સુશાસન’ની તાલીમ માટે યોગ્ય વાતાવરણ પૂરૂ પાડતી સંસ્થા- સ્પીપા

આ પણ વાંચો: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 3 કક્ષાના નાયક સેકશન અધિકારીની પરીક્ષા

આ પણ વાંચો: દેશની મુખ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ કરવી છે પાસ તો વાંચો આ શ્રેષ્ઠ પુસ્તકો