Accident/ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં ગમખ્વાર અકસ્માત, ઓટોરિક્ષા અને બસની ટક્કરમાં 9ના મોત

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં મંગળવારે નેશનલ હાઈવે-60 (NH-60) પર એક ભયાનક અકસ્માત થયો હતો. સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ સાથે અથડાતા ઓટોરિક્ષામાં સવાર નવ લોકોના મોત થયા હતા

Top Stories India

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં મંગળવારે નેશનલ હાઈવે-60 (NH-60) પર એક ભયાનક અકસ્માત થયો હતો. સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ સાથે અથડાતા ઓટોરિક્ષામાં સવાર નવ લોકોના મોત થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે આ ઘટના રામપુરહાટ નજીક મલ્લારપુર ખાતે બની હતી જ્યારે ઓટોરિક્ષા SBSTC બસ સાથે અથડાઈ હતી. નોંધનીય છે કે ઓટોરિક્ષામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો હતા.

માહિતી મળતાં જ ફાયર વિભાગ અને રામપુરહાટ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બીરભૂમના પોલીસ અધિક્ષક (SP) નાગેન્દ્ર નાથ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા તમામ લોકો ઓટોરિક્ષામાં સવાર હતા. મૃતકોના મૃતદેહને ઓટોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઓટો ડ્રાઈવરને ગંભીર હાલતમાં રામપુરહાટ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ રોષે ભરાઈને રસ્તો રોકી દીધા હતા જો કે ટોળાએ સમજાવીને લોકોને દૂર કર્યા. આ દરમિયાન NH પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.

બીરભૂમ જિલ્લાના ડીએમએ પીડિત પરિવારોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. બંગાળના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ફિરહાદ હકીમે પણ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સરકારી નિયમો અનુસાર પૈસા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે  વિરુદ્ધ દિશામાંથી તેજ ગતિએ આવી રહેલી સરકારી બસે ઓટોને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ઓટોમાં બેઠેલા નવ લોકોએ જીવ ગુમાવ્યો કોઇને બચવાની તક પણ મળી નહીં.