Ahmedabad News/ કોંગ્રેસના મહિલા ઉમેદવાર બાળકો સાથે ઘર છોડવા મજબૂર, ભાજપ પર હેરાનગતિનો આક્ષેપ

અમદાવાદના ઘાટલોડિયા અને ચાંદલોડિયા વિસ્તારમાં Congressના મહિલા ઉમેદવારોએ ભાજપ પર હેરાનગતિનો આક્ષેપ લગાવી ઘર છોડ્યું છે. બાળકો સાથે ખાધા-પીધા વિના ઘર છોડવા મજબૂર બનેલા ઉમેદવારોને લઈ કોંગ્રેસમાં ભારે આક્રોશ.

Top Stories Ahmedabad Gujarat
Congress Women Candidate

Congress Women Candidate :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકારણ વધુ ઘેરું અને વિવાદાસ્પદ બની રહ્યું છે. ભાજપના ‘ઓપરેશન લોટસ’ સામે કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘મિશન અજ્ઞાત’ વચ્ચે હવે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. અમદાવાદના ઘાટલોડિયા અને ચાંદલોડિયા વિસ્તારના કોંગ્રેસના મહિલા ઉમેદવારોએ ભાજપ પર ગંભીર હેરાનગતિના આક્ષેપો કરીને પોતાના બાળકો સાથે ઘર છોડવાની ફરજ પડી હોવાનો દાવો કર્યો છે.

ખાધા-પીધા વિના બાળકો સાથે ઘર છોડવું પડ્યું!

મળતી માહિતી મુજબ, ઘાટલોડિયા અને ચાંદલોડિયા વિસ્તારના મહિલા ઉમેદવારોને ભાજપના કાર્યકરો કે મળતિયાઓ દ્વારા સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. આક્ષેપ છે કે મહિલા ઉમેદવારો પોતાના નાના બાળકો સાથે, ખાધા-પીધા વિના પોતાનું સુરક્ષિત ઘર છોડીને અજ્ઞાત સ્થળે આશરો લેવા મજબૂર બન્યા છે.

હેરાનગતિ સામે Congress માં આક્રોશ

પોતાના મહિલા ઉમેદવારો સાથે થઈ રહેલી આ પ્રકારની હેરાનગતિને લઈને કોંગ્રેસ છાવણીમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો: નવસારીમાં કોંગ્રેસના 35 જેટલા ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવાયા

આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ‘ઓપરેશન લોટસ’ સામે કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’