Gujarat/ શું ગુજરાતમાં બની શકે છે નાયક ફિલ્મની જેમ આ વ્યક્તિ એક દિવસના CM?

ગુજરાત રાજ્યના એક દિવસ સીએમ બનવા માટે હેબતપુરના લાલજી ભાઇએ ડાયરેક્ટ સરકારના અન્ય મંત્રીઓને નહી પણ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને જ ફોન કર્યો હતો અને તેને પોતાની એક દિવસના મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

Gujarat Others

બોલીવુડમાં સુપરહીટ સાબિત થયેલી નાયક ફિલ્મમાં અનીલ કપૂરને એક દિવસ માટે સીએમ બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ ફિલ્મની સ્ટોરીને પણ ખુબ લોકપ્રિયતા મળી હતી. જો કે આ એક ફિલ્મની કહાની હતી, પરંતુ આ જ રીતે હવે હકીકતમાં પણ એક યુવકને ગુજરાત રાજ્યના એક દિવસ સીએમ બનવાનું મન થયું છે.

ગુજરાત રાજ્યના એક દિવસ સીએમ બનવા માટે હેબતપુરના લાલજી ભાઇએ ડાયરેક્ટ સરકારના અન્ય મંત્રીઓને નહી પણ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને જ ફોન કર્યો હતો અને તેને પોતાની એક દિવસના મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને આ યુવક વચ્ચે થયેલી વાતચીત હવે વાયરલ થઇ રહી છે અને ચર્ચામાં આવી છે, જેમાં યુવકની એક દિવસ માટે મુખ્યમંત્રી બનવાની ઇચ્છા જોઇ નીતિન પટેલે પણ શુભેચ્છા પાઠવી હતી.

https://twitter.com/mantavyanews/status/1353642830552584198

અહીં સાંભળો ઓડિયો ક્લિપ –  WhatsApp Audio 2021-01-25 at 2.55.26 PM

જો કે આ હકીકતમાં આ પહેલીવાર નથી, જ્યાં કોઈ વ્યક્તિને એક દિવસના સીએમ બનાવવામાં આવ્યા ન હોય. આ પહેલા ઉત્તરાખંડમાં સૃષ્ટી ગોસ્વામી નામની એક યુવતી એક દિવસ માટે મુખ્યમંત્રી બની હતી.

આપને જણાવી દઈએ કે, હાલમાં જ ઉજવવામાં આવેલા રાષ્ટ્રીય બાલિકા દિવસે ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાની સૃષ્ટિ ગોસ્વામી એક દિવસની મુખ્યમંત્રી બની હતી. આ દરમિયાન તેણે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…