Surendranagar News/ સુરેન્દ્રનગરમાં કોમ્પ્લેક્સના ધાબા પર લઈ જઈ મહિલા પર સામૂહિક દુષ્કર્મ, મૃતદેહ મળી આવ્યો

પોલીસન જણાવ્યા અનુસાર, મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે

Top Stories Gujarat Others

Surendranagar News : સુરેન્દ્રનગરમાં બનેલા એક ચોંકાવનારા બનાવમાં 7 ઓગસ્ટના રોજ બસ સ્ટેન્ડ પાસેના કોમ્પ્લેક્સના ધાબા પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં પાંચ શખ્સો દ્વારા મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ​મહિલાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. બીજીતરફ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 4ને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે.

સુરેન્દ્રનગર ડીવાયએસપી નિકુંજ પટેલના જણાવ્યા અનુસાર, ગત ગુરુવારના રોજ એક મહિલાની લાશ મળી આવી હતી. જેમાં 5 શખ્સો દ્વારા સામુહિક દુષ્કર્મ આચાર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હાલ મુખ્ય આરોપી પ્રકાશ પરમારની ધરપકડ કરી લેવાઈ છે, જ્યારે સુરેન્દ્રનગર બી ડીવીઝન દ્વારા અન્ય 4 આરોપીઓને શોધવાની કામગીરી ચાલી રહી છે.

પોલીસન જણાવ્યા અનુસાર, મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. જો રિપોર્ટમાં મહિલાનું મોત સામૂહિક દુષ્કર્મથી થયું હશે તો આ કેસમાં હત્યાની કલમ ઉમેરવામાં આવશે. આરોપીમાં બે સુરેન્દ્રનગરના છે અને અન્ય ત્રણની તપાસ ચાલે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગીર સોમનાથ: સૂત્રાપાડાના હીરાકોટ બંદરે કન્ટેનર મળ્યું

આ પણ વાંચો:જુનાગઢ અને ગીર સોમનાથમાં ફરી ધરા ધ્રુજી,તાલાલા નજીક નોંધાયુ કેન્દ્ર બિંદુ

આ પણ વાંચો:ગીર સોમનાથમાં વેરાવળમાં પ્રેમીપંખીડાની આત્મહત્યા