સંકટ/ અફઘાનિસ્તાનમાં રાજકીય અસ્થિરતના ભારત માટે કેવા હશે પરિણામ…?

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ ભારતીય નિકાસ ત્યાં થાય એવી સંભાવનાઓ ઘણી ઓછી છે. જ્યારે  પહેલેથી જ કરવામાં આવેલી નિકાસના નાણાં પણ અટવાઈ જવાની ભીતી છે

Top Stories

ભારત-અફઘાનિસ્તાનનો વાર્ષિક વેપાર આશરે 1.55 અબજ ડોલર એટલે કે, 11,000 કરોડ રૂપિયાથી વધુનો છે. ભારત અફઘાનિસ્તાનને વાર્ષિક 950 મિલિયન ડોલરની નિકાસ કરે છે. જ્યારે અફઘાનિસ્તાનથી આશરે 600 મિલિયન ડોલરનો માલ આયાત કરવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ ભારતીય નિકાસ ત્યાં થાય એવી સંભાવનાઓ ઘણી ઓછી છે. જ્યારે  પહેલેથી જ કરવામાં આવેલી નિકાસના નાણાં પણ અટવાઈ જવાની ભીતી છે. ભારત મુખ્યત્વે ટેક્સટાઇલ્સ  ચીન સાથે  અને અફઘાનિસ્તાનમાં કાપડ અને દવાઓની નિકાસ કરે છે.  જ્બીયારે  અફઘાનિસ્તાન ભારતમાં ઘણા પ્રકારના ડ્રાય ફ્રુટ્સ અને ડુંગળીની નિકાસ કરે છે.

ભારત-અફઘાનનો વાર્ષિક દ્વિપક્ષીય વેપાર રૂ. 1,000 કરોડથી વધુ 

ભારત-અફઘાનિસ્તાનનો વાર્ષિક દ્વિપક્ષીય વેપાર આશરે 1.55 અબજ ડોલર એટલે કે 11,000 કરોડ રૂપિયાથી વધુનો છે. ભારત અફઘાનિસ્તાનને વાર્ષિક 950 મિલિયન ડોલરની નિકાસ કરે છે. જ્યારે અફઘાનિસ્તાનથી આશરે 600 મિલિયન ડોલરનો માલ આયાત કરવામાં આવે છે.

FIEO એ કહ્યું – ચુકવણી બાબતે સાવધાની જરૂરી 

ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) ના સીઇઓ અને ડિરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની હાલની સ્થિતિને જોતા નિકાસકારો સાથે ખાસ કરીને ચુકવણીની બાબતમાં સાવચેત રહેવાની જરૂર છે. વધુમાં તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં હાલની રાજકીય અસ્થિરતા બંને દેશો વચ્ચે વેપાર ઘટાડશે. ભારતીય નિકાસકારોએ છેલ્લા કેટલાક મહિનાઓમાં અફઘાનિસ્તાનમાં 6.23 લાખ ટન ખાંડની નિકાસ કરી છે. કેટલીકવાર નિકાસના એક કે બે મહિના પછી ચૂકવણી કરવામાં આવે છે.

ભારતની કુલ નિકાસમાં અફઘાનિસ્તાનનો હિસ્સો નહિવત 

જોકે નિકાસકારોએ કહ્યું હતું કે ભારતની કુલ નિકાસમાં અફઘાનિસ્તાનનો હિસ્સો નહિવત છે, પરંતુ છેલ્લા બે વર્ષથી અફઘાનિસ્તાન સાથે જે બિઝનેસ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું હતું તે હવે સંકટમાં છે.

2015-16 થી 2019-20 દરમિયાન બંને દેશોના વ્યવસાયમાં 89 ટકાનો વધારો

વર્ષ 2015-16 થી 2019-20 દરમિયાન બંને દેશોના વ્યવસાયમાં 89 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. 2011 માં, ભારતે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (સાર્ક) ના તમામ ઓછા વિકસિત દેશો (એલડીસી) માટે કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી હતી. ત્યારથી, તમાકુ અને આલ્કોહોલ સિવાય અફઘાનિસ્તાનથી આવતા તમામ માલ પર કોઈ ડ્યૂટી નથી.

અફઘાનિસ્તાન-ભારતની આયાત-નિકાસ

અફધાનિસ્કિતાથી ભારત કિસમિસ, અખરોટ, બદામ, અંજીર, પિસ્તા, સૂકા જરદાળુ, ઔષધીય વનસ્પતિની આયાત થાય છે જ્યારે ભારતમાંથી  ચા, કોફી, મરી, દવાઓ, ખાંડ, કપાસ. જેવી ચીજ-વસ્તુઓની નિકાશ થાય છે. જેના કારણે વર્તમાન પરિસ્થિતીમાં સૌથી મોટુ સંક્ટ આયાત-નિકાસ પર જણાઇ રહ્યુ છે.