Rajkot News/ રાજકોટમાં નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ

ફાયરબિગ્રેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવવાનો પ્રયાસ કરી રહી છે.

Top Stories Gujarat Rajkot
Image 2025 03 24T104832.176 રાજકોટમાં નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ

Rajkot News: રાજકોટ (Rajkot)માં વધુ એક નમકીન (Snacks) બનાવતી કંપનીમાં ભીષણ આગ (Fire broke) લાગી છે. નાકરાવાડી નજીક વેફર અને નમકીન બનાવતી KBZ કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ફાયરબિગ્રેડ (Fire brigade)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવવાનો પ્રયાસ કરી રહી છે.

Image 2025 03 24T104656.008 રાજકોટમાં નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ

રાજકોટ જીલ્લામાં કુવાડના નડીક નાકરાવાડી પાસે ભીષણ આગ લાગી છે. તુકુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ નમકીન કંપનીમાં આગ લાગતા લોકોમાં અફડાતફડી મચી ગઈ છે.  KBZ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે.  આ બનાવની જાણ થતા 4 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેમજ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. માહિતી મુજબ આગ સવારે સાડા નવ વાગ્યે લાગી હતી. 5 કિલોમીટર સુધી આગ ફેલાઈ ગયેલી દેખાઈ રહી છે. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

રાજકોટના પડધરી પાસે આવેલી સહારા યુનાઈટ નામની પ્લાસ્ટિકની ફેક્ટરી (Plastic Factory)માં આગ ફાટી નીકળી હતી અને બેકાબૂ બનતા સ્થાનિકોમાં પણ ભય ફેલાયો હતો. મળતી માહિતી મુજબ અત્યાર સુધી 70 ટકા આગને કાબૂમાં લેવાઈ છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે કે બપોર સુધી આગ કાબૂમાં આવી શકવાની સંભાવના છે. હાલ પ્લાસ્ટિક ફેક્ટરીમાં મોટા જથ્થામાં તૈયાર કાચા માલને જંગી નુકસાન થયું છે. આગ કયા કારણોસર લાગી તેનું સચોટ કારણ શોધી શકાયું નથી.

Image 2025 03 24T105617.984 રાજકોટમાં નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ

અગાઉ વડોદરા (Vadodara) શહેરના ગેંડા સર્કલ નજીક એટ્લાન્ટિક્સ કોમ્પ્લેક્સ (Atlantics Complex)માં આગ લાગી હોવાની ફાયર વિભાગને જાણ થતાં ટીમ પહોંચી ઘટનાસ્થળે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. માહિતી મુજબ, આ બિલ્ડિંગમાં કન્સલ્ટન્સી કંપનીમાં કામ કરતા ઘણા કર્મચારીઓ હાજર હતા, જોકે તમામનો જીવ બચી ગયો હતો. આગમાં કેટલાક કેબલો બળી ગયા હતા. અગાઉ ધૂળેટીના દિવસે રાજકોટમાં સવારે 10 વાગ્યાની આસપાસ છઠ્ઠા માળે અચાનક આગની ઘટના બનવા પામી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટ આગની દુર્ઘટનાનો દોષનો ટોપલો મેયરે કુદરત પર ઢોળ્યો, જાણો શું કહ્યું ?

આ પણ વાંચો:રાજકોટમાં આગના બે બનાવ છત્તા તંત્ર ઘોર નિંદ્રામાં, અનેક બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનો અભાવ

આ પણ વાંચો:રાજકોટના પડધરીમાં હજુ પણ આગ બેકાબૂ, પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગેલી આગ 70 ટકા કાબૂમાં