Mumbai News : સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને એકનાથ શિંદે વિરૂધ્ધ બોલવાનું ભારે પડ્યું છે. જેને પગલે કુણાલ કામરા ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગયો છે. કામરા પર મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પક્ષના વડા એકનાથ શિંદે વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. આ કેસમાં મુંબઈ પોલીસે સોમવારે કુણાલ કામરા વિરુદ્ધ FIR નોંધી છે.
મુંબઈના MIDC પોલીસ સ્ટેશનના એક અધિકારીએ માહિતી આપી હતી કે સોમવારે વહેલી સવારે કામરા વિરુદ્ધ BNSની વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી, જેમાં 353(1)(b) (જાહેર ઉપદ્રવ પેદા કરતા નિવેદનો) અને 356(2) (માનહાનિ)નો સમાવેશ થાય છે, પોલીસે જણાવ્યું હતું.
વાસ્તવમાં, કુણાલ કામરાએ મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત હેબિટેટ સ્ટુડિયોમાં ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના એક ગીતના સંશોધિત સંસ્કરણનો ઉપયોગ કરીને એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો. કુણાલ કામરાએ દેશદ્રોહી શબ્દનો ઉપયોગ કરીને એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો.
એકનાથ શિંદે વિરુદ્ધ કથિત રીતે અપશબ્દોનો ઉપયોગ કરતો કામરાનો વીડિયો વાયરલ થયા બાદ ઘણો વિવાદ થયો હતો. શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, લગભગ 2 મિનિટના આ વીડિયોમાં કામરાએ NCP અને શિવસેનાની મજાક ઉડાવી છે.
આ પણ વાંચો: જસ્ટિસ વર્મા વિરુદ્ધ પહેલા પણ દાખલ થઈ ચૂકી છે FIR , CBIએ નોંધ્યો હતો કેસ
આ પણ વાંચો: 1.31 કરોડ રોકડા,1 કિલો 600 ગ્રામ સોનું, 5 કિલો ચાંદી અને…, મામાએ ભર્યુ આટલુ મોટુ મામેરું, જોનારા દંગ રહી ગયા
આ પણ વાંચો: કેનેડામાં 173 કરોડની લૂંટ કેસમાં 400 કિલો સોનું, 216 કરોડની રોકડ… ચોંકાવનારો ઘટસ્ફોટ