Not Set/ મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીથી BSP બનશે કિંગ મેકર

અમદાવાદ: દેશના પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સત્તાધારી ભાજપ પાછળ રહી જતી જોવા મળી રહી છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સ્પષ્ટપણે આગળ નીકળી ચૂકી છે. જયારે મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે રસાકસી જામી છે. આમ છતાં અહી BSP કિંગ મેકર બની શકે છે. મધ્ય પ્રદેશ વિધાનસભાની ૨૩૦ બેઠકો […]

Top Stories India Trending Politics
BSP will become a King Maker in Madhya Pradesh

અમદાવાદ: દેશના પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સત્તાધારી ભાજપ પાછળ રહી જતી જોવા મળી રહી છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સ્પષ્ટપણે આગળ નીકળી ચૂકી છે. જયારે મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે રસાકસી જામી છે. આમ છતાં અહી BSP કિંગ મેકર બની શકે છે.

મધ્ય પ્રદેશ વિધાનસભાની ૨૩૦ બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે હાથ ધરાયેલી મતગણતરીમાં સત્તાધારી ભાજપ 111 બેઠક પર આગળ ચાલી રહ્યો છે. તો વિપક્ષ કોંગ્રેસ પણ 108 બેઠકો સાથે તેની પાછળ ચાલી રહી છે. જો કે અહી અન્ય પક્ષો 11 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યા છે. જેમાં બીએસપી પાંચ બેઠક પર આગળ છે.

મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવા માટે ભાજપ અને કોંગ્રેસને ઓછામાં ઓછી ૧૧૬ બેઠકો જોઈએ. પરંતુ ભાજપ કે કોંગ્રેસ બંનેની માટે આ જાદુઈ આંકડાને પાર કરવો એ કપરું દેખાઈ રહ્યું છે. આથી જો ભાજપ અને કોંગ્રેસ બેમાંથી જે કોઈને સરકાર રચવી હશે તો તેમણે બીએસપી અને અન્ય પક્ષો કે અપક્ષો ઉપર આધાર રાખવો પડશે.

આ સંજોગોમાં બીએસપીના સુપ્રીમો માયાવતી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, તેઓ સરકાર બનાવવા માટે ભાજપને કોઈ પણ સંજોગોમાં સમર્થન કે ટેકો આપશે નહિ. જો કે જો કોંગ્રેસ સરકાર બનાવવા માટે આગળ આવશે અને તે મદદ માંગશે તો બીએસપી તે માટે વિચારણા કરી શકે છે.

આમ મધ્ય પ્રદેશમાં જે કોઈની સરકાર બનશે તેમાં બીએસપી કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે.