પશ્ચિમ બંગાળનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ટોળું દોરડા વડે મહિલાનાં પગ બાંધીને તેને રસ્તા પર ખેંચતુ નજરે પડી રહ્યુ છે. આ ટોળાની આગેવાની ટીએમસી પંચાયતનાં નેતા અમલ સરકારે કરી હતી. જ્યારે તેની બહેને વિરોધ કર્યો ત્યારે તેને પણ ધક્કો મારીને જમીન પર પાડી દીધી હતી અને તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો.
જણાવી દઇએ કે, મહિલાનો દોષ એટલો જ હતો કે પંચાયત દ્વારા બનાવવામાં આવતા રસ્તા માટે તેણીની જમીન હડપવાનો વિરોધ કર્યો હતો. રવિવારે ટીએમસીનાં જિલ્લા વડા અર્પિતા ઘોષે પંચાયત નેતા અમલ સરકારને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે રવિવારે મોડી રાત સુધી આ કેસમાં કોઈ ધરપકડ થઈ નહોતી. ઘટના દક્ષિણ દીનાજપુર જિલ્લાનાં ફાટા નગર ગામની છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે, અહી જોઇ શકાય છે કે મરૂન રંગીન મેક્સી પહેરેલ સ્મૃતિકોના દાસને જમીન પર પાડીને મારવામા આવી રહી છે. એક માણસ તેના પગ પર દોરડું બાંધી દે છે અને બાકીનાં લોકો તેને રસ્તા પર ખેંચવાનું શરૂ કરે છે. જ્યારે તેની મોટી બહેન સોમા દાસ ત્યાં પહોંચી ત્યારે તેણે ટોળા પર ચીસો પાડવાનું શરૂ કરી દીધું હતું. આ પછી, તેને પણ જમીન પર પાડીને ખેંચવામા આવી અને તેની બહેન પાસે લાવીને તેને પાડી દેવામાં આવી.
The primary school teacher has registered a police complaint against 5 people. Investigation is underway. District TMC leadership has expelled Amal Sarkar, who was accused of being a part of the group which assaulted the teacher. (02.02.2020) #WestBengal https://t.co/IbH8PTClpB
— ANI (@ANI) February 2, 2020
મહિલાઓનાં જણાવ્યા અનુસાર, તેમને પહેલા કહેવામાં આવ્યું હતું કે તેમના ઘરની સામે 12 ફૂટ પહોળો રસ્તો બનાવવામાં આવશે. આ માટે, તે જમીન આપવા સંમત થઈ. પરંતુ પાછળથી પંચાયતે નિર્ણય કર્યો હતો કે રસ્તાની પહોળાઇ 24 ફૂટ હશે, તે કિસ્સામાં તેઓ વધુ જમીન ગુમાવશે. જેનો તેમણે વિરોધ કર્યો હતો. પરંતુ શુક્રવારે જ્યારે રસ્તાનું કામ શરૂ થયું ત્યારે મહિલાઓએ તેનો વિરોધ કર્યો. જેના પર લોકોએ તેને ભેગા થઇને ઢોર માર માર્યો હતો.
બંને મહિલાઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. મોટી બહેન સોમા દાસે જેણે પોતાની બહેન પર થયેલા હુમલાનો વિરોધ કર્યો હતો, તેને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સારવાર બાદ સ્મૃતિકોના દાસને શનિવારે રજા આપવામાં આવી હતી. રવિવારે સ્મૃતિકોનાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે ગ્રામ પંચાયતનાં ઉપપ્રમુખ અમલ સરકારનું નામ જણાવ્યું છે, જેમણે હુમલો કરવાનો નિર્દેશ આપ્યો હતો. સ્મૃતિકોના ગામની નજીક એક હાઇ સ્કૂલમાં શિક્ષક છે. તે તેની માતા સાથે રહે છે. જ્યારે તેની માતા તેની પુત્રીને બચાવવા માટે આવી ત્યારે તેને પણ ધક્કો મારવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
