Recipe/ ડુંગળી-કાકડીનું રાયતું જોઈને આવી જશે મોંમાં પાણી, આ રીતે બનાવો ઘરે

ખાસ કરીને ઘણા લોકો તેમના ઘરે રાયતા બનાવતા હોય છે. પરંતુ આ વખતે તમારા માટે કાકડી ડુંગળીના રાયતાની રીત લઇને આવ્યા છીએ જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ હોય  છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કાકડી- ડુંગળીનું રાયતુ.

Food Lifestyle

ખાસ કરીને ઘણા લોકો તેમના ઘરે રાયતા બનાવતા હોય છે. પરંતુ આ વખતે તમારા માટે કાકડી ડુંગળીના રાયતાની રીત લઇને આવ્યા છીએ જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ હોય  છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કાકડી- ડુંગળીનું રાયતુ.

સામગ્રી 

2 -કપ દહીં

1 -ડુંગળી

1 -ગાજર

1 -કાકડી

1 -લીલા મરચા

3-4 કોથમીર

1-2 ફુદીના

1 -ચમચી જીરું

1 ચ-મચી ખાંડ

અડધી ચમચી આદું પાઉડર

અડધી ચમચી લાલ મરી પાઉડર

મીઠું સ્વાદપ્રમાણે

બંનવવાની રીત 

સૌથી પહેલા ડુંગળી, કાકડી અને ટમેટાને ધોઈ લો પછી છીલીને ટુકડા માં કાપી લો. ત્યારબાદ કાકડી ને છીણી લેવી.હાથ વડે દબાવી વધારા નું પાણી કાઢી નાખવું.

હવે કોથેમીર અને ફુદીના સમારી લો.

મધ્યમ તાપ પર જીરું શેકી લો અને ઠંડું કરી તેને વાટી લો.

Image result for ડુંગળી-કાકડી નું રાયતું

એક બાઉલમાં દહીંને ફેંટી લો અને તેમાં શાકની સાથે બધી સામગ્રી નાખો.

ત્યારબાદ તેમાં મીઠું, આદું પાઉડર, ખાંડ અને લાલ મરી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરો.

Image result for ડુંગળી-કાકડી નું રાયતું

તૈયાર રાયતાને ઠંડુ-ઠડું સર્વ કરો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…