india news/ પુરી સ્ટેશન પર બ્લોકને કારણે ગાંધીધામ-પુરી ટ્રેનો આંશિક રદ, મુસાફરોને સૂચના

આ બ્લોકને કારણે ગાંધીધામ-પુરી અઠવાડિક એક્સપ્રેસ ટ્રેનો (Train) કેટલાક દિવસો માટે આંશિક રીતે રદ (Short Terminate/Short Originate) કરવામાં આવી છે.

NATIONAL Top Stories Gujarat
Train

Gandhidham Puri Train News:  પૂર્વ તટ રેલવેના ખુર્દા રોડ મંડળ હેઠળ આવતાં પુરી સ્ટેશન પર પ્લેટફોર્મ અપગ્રેડેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામને કારણે રેલવે દ્વારા 60 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનોના (Train) સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ બ્લોકને કારણે ગાંધીધામ-પુરી અઠવાડિક એક્સપ્રેસ ટ્રેનો કેટલાક દિવસો માટે આંશિક રીતે રદ (Short Terminate/Short Originate) કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા મુસાફરોને અગાઉથી માહિતી આપી પોતાની યાત્રા યોજના બનાવવાની અપીલ કરવામાં આવી છે.

Train

આંશિક રદ ટ્રેનોની વિગતો (Train)

ટ્રેન નંબર 12993 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ

13, 20, 27 માર્ચ; 3, 10, 17, 24 એપ્રિલ; 1, 8 મે 2026ના રોજ

આ ટ્રેન સાક્ષી ગોપાલ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.

ટ્રેન નંબર 12994 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ

16, 23, 30 માર્ચ; 6, 13, 20, 27 એપ્રિલ; 4, 11 મે 2026ના રોજ

આ ટ્રેન સાક્ષી ગોપાલ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.

ટ્રેન નંબર 22973 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ

11, 18, 25 માર્ચ; 1, 8, 15, 22, 29 એપ્રિલ; 6, 13 મે 2026ના રોજ

આ ટ્રેન સાક્ષી ગોપાલ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.

ટ્રેન નંબર 22974 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ

14, 21, 28 માર્ચ; 4, 11, 18, 25 એપ્રિલ; 2, 9, 16 મે 2026ના રોજ

આ ટ્રેન સાક્ષી ગોપાલ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.

મુસાફરોને રેલવેની અપીલ

રેલવે વિભાગે મુસાફરોને અપીલ કરી છે કે આ ફેરફારોને ધ્યાનમાં રાખીને જ મુસાફરીનું આયોજન કરે. બ્લોક પૂર્ણ થયા બાદ ટ્રેનોનું (Train)નિયમિત સંચાલન ફરી શરૂ કરવામાં આવશે.


આ પણ વાંચો:મુરાદાબાદ-બરેલી જંકશન વચ્ચે ટ્રેનના ૬ કોચ ઉતરી ગયા પાટા પરથી, ૨૩ ટ્રેનના સમયમાં ફેરફાર

આ પણ વાંચો:ધુમ્મસના કારણે દિલ્હી આવી રહેલી આ 25 ટ્રેનો 8 કલાક મોડી ચાલી રહી હતી, જુઓ યાદી

આ પણ વાંચો:યુપીમાં સતત બીજા દિવસે ટ્રેને મારી ગુલાટી, ગોરખપુર પાસે બાઘ એક્સ્પ્રેસ બની દુર્ઘટનાનો શિકાર