ગોરખપુર,
ઉત્તરપ્રદેશમાં બુધવારે રાયબરેલીમાં બનેલી ટ્રેનની દુર્ઘટના બાદ ગુરુવારે પણ બીજી એક ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે. ન્યૂ ફરક્કા એક્સપ્રેસના કોચ ૯ પાટા પરથી ઉતરી ગયા બાદ હવે બાઘ એક્સ્પ્રેસ ગોરખપુર પાસે દુર્ઘટનાનો શિકાર બની છે. આ સાથે જ છેલ્લા બે દિવસમાં આ બીજી ટ્રેન દુર્ઘટના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેન નંબર ૧૩૦૨૦ કાઠગોદામથી હાવડા જઈ રહી હતી ત્યારે ગોરખપુરના ડોમિનગઢ રેલ્વે સ્ટેશનથી અંદાજે ૧૦૦ મીટર પહેલા આ ટ્રેનના ચાર પૈંડા પાટા પરથી ઉતરી ગયા હતા.
Gorakhpur: A coach of Kathgodam-Howrah Express train derailed near Domingarh station, today; Restoration work is underway. pic.twitter.com/eXSVqx2cfA
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 11, 2018
બાઘ એક્સ્પ્રેસના ફ્રન્ટ SLR કોચના પાછળની ટ્રોલીના ચાર પૈંડા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે અ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિ થઇ હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી.
આ ટ્રેનની દુર્ઘટના વચ્ચે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ટ્રેન પાટા પરથી ઉતરી જવા અંગે આંકલન કરવામાં આવ્યું છે અને તેઓઓએ ડીએમ તેમજ SSPને ઘટનાસ્થળે જવા માટે આદેશ આપ્યો છે.
#SpotVisuals: Rescue and relief operations are underway at the spot where 9 coaches of New Farakka Express train derailed in #Raebareli. 7 people died in the accident, 21 injured. pic.twitter.com/JwukreeWVY
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 10, 2018
મહત્વનું છે કે, બુધવારે સવારે ઉત્તર પ્રદેશના રાયબરેલી પાસે હરચંદપુરમાં ન્યૂ ફરક્કા એક્સપ્રેસના ૯ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં ૭ લોકોના મોત તેમજ ૨૧ લોકો ઘાયલ થયા હતા.
નોર્થ રેલ્વેના ડિવિઝનલ મેનેજર સતિશ કુમારે જણાવ્યું હરું કે, “હરચંદપુર પાસે સવારે ૬ વાગ્યે ન્યૂ ફરક્કા એક્સપ્રેસના કોચ પાટા પરથી ખડી પડ્યાં છે. ટ્રેન વેસ્ટ બંગાળના માલદા શહેરથી નીકળી દિલ્હી આવવા રવાના થઇ ત્યારે આ બનાવ બન્યો હતો.
