Not Set/ નવરાત્રીનો ત્રીજો દિવસ: માં ચંદ્રઘંટાના સંકટમોચક સ્વરુપની પૂજા

અમદાવાદ  નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરુપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે નવરાત્રી […]

Navratri 2022

અમદાવાદ 

નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરુપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એકમાત્ર શારદીય નવરાત્રી જ છે જેની ઉજવણી ખૂબ જ વ્યાપક સ્વરુપે કરવામાં આવે છે. તો ચાલો જાણીએ પહેલા એટલે કે આજના દિવસે ક્યા માતાજીની પૂજા અર્ચના કરવાથી કેવું ફળ મળે છે.

Related image

ત્રીજો દિવસઃ ચંદ્રઘંટા સ્વરુપ

ચંદ્રઘંટાનો અર્થ થાય છે ચંદ્ર સમાન પ્રકાશમાંન ઘંટ સાથેની દેવી. આ સ્વરુપમાં માતાના મસ્તક પર ઘંટ આકારનો ચંદ્ર હોય છે. જે તમામ નકારાત્મક શક્તિઓના નાશનું પ્રતિક છે. આ સ્વરુપના પૂજન અર્ચન અને ધ્યાનથી માં પોતાના ભક્તોના જીવનમાં ચંદ્રની શીતળતા જેવો આનંદ આપે છે અને તેની આસપાસ રહેલી નકારાત્મક્તાનો નાશ કરે છે. માંનું આ સ્વરુપ ભક્તોના તમામ ભયને હરી લઈને તેમને નિર્ભયતાનું વરદાન આપે છે.

આ મંત્રના જપ સાથે કરો માં ચંદ્રઘંટાને પ્રસન્ન

पिण्डजप्रवरारुढा चण्डकोपास्त्रकैर्युता।
प्रसादं तनुते मह्यां चन्द्रघण्टेति विश्रुता॥