સૌરાષ્ટ્રમાં રબારી, ચારણ, ભરવાડ અને બરડા નેસમાં વસતા માલધારી ઓને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરીને વિગત દર્શક કાર્ડ આપવામાં આવેલા છે. એટલે તે વિદ્યાર્થીઓએ લોકરક્ષક દળની પરીક્ષા માં એસ.ટી.અનામત કેટેગરીમાં ફોર્મ ભર્યા હતા.
ત્યારબાદ મેરીટ યાદી જાહેર થેયેલ તેમાં રબારી,ચારણ અને ભરવાડ જાતીના 101 ઉમેદવારોને પસંદગીમાં બાકાત રાખ્યા હતા. આ 101 ઉમેદવારોએ હાઇકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા આપેલ ચુકાદા અન્વયે આપવામાં આવેલ વિગતદર્શક કાર્ડ આપવામાં આવેલ તે રજૂ કરવામાં આવ્યા હોવા છતાં, તેમજ જાતિ પ્રમાણપત્રો ની તપાસ કરતી વિશ્લેષણ સમિતિ નો આખરી અહેવાલ આવ્યા પહેલા મેરીટ યાદી માંથી બાકાત રાખવામાં આવેલ છે.
તેથી તેમને અન્યાય ના થાય તેવી રીતે મેરીટ પાત્ર ઉમેદવારો ને પસન્દગી યાદી માં સમાવેશ કરવા કલેકટર ને રજુવાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
