Not Set/ હોમિયોપેથીના ચકચારી કૌભાંડનો થયો પર્દાફાશ, 20 વર્ષ સુધી લોકોના આરોગ્ય સાથે કર્યા ચેડાં

રાજકોટ, હોમિયોપેથી કોલેજમાં બોગસ માર્કશીટના આધારે પ્રવેશ અપાવવાના ચકચારી કૌભાંડના મુખ્ય સૂત્રધાર ખંભાળિયાના વતની અને ડોક્ટર તરીકે ઓળખાતો કાદરી પણ નકલી ડોક્ટર હોવાનો ભાંડો ફૂટ્યો છે. પોલીસે કાદરીના તમામ દસ્તાવેજો ચેક કરતાં ભાંડો ફૂટી ગયો હતો. 40 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી નાણાં પડાવી લીધા હતા. કાદરીએ બોગસ માર્કશીટ પરથી તેના બે પુત્રના પણ પ્રવેશ અપાવ્યા હતા. […]

Top Stories Gujarat Others

રાજકોટ,

હોમિયોપેથી કોલેજમાં બોગસ માર્કશીટના આધારે પ્રવેશ અપાવવાના ચકચારી કૌભાંડના મુખ્ય સૂત્રધાર ખંભાળિયાના વતની અને ડોક્ટર તરીકે ઓળખાતો કાદરી પણ નકલી ડોક્ટર હોવાનો ભાંડો ફૂટ્યો છે.

પોલીસે કાદરીના તમામ દસ્તાવેજો ચેક કરતાં ભાંડો ફૂટી ગયો હતો. 40 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી નાણાં પડાવી લીધા હતા. કાદરીએ બોગસ માર્કશીટ પરથી તેના બે પુત્રના પણ પ્રવેશ અપાવ્યા હતા.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કાદરીએ તબીબી ડિગ્રી વગર 20 વર્ષ સુધી ખંભાળિયામાં તબીબી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કર્યા હતા.

બીજા વર્ષમાં પ્રવેશ અપાવવાના બદલામાં વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા અને 40 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી નાણાં પડાવી નકલી માર્કશીટ પરથી પ્રવેશ આપવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

પ્રકરણમાં ફરાર કાદરીની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ પર લીધો હતો. પીઆઇ રાવલે જણાવ્યું હતું કે, કાદરીએ બોગસ માર્કશીટ પરથી તેના બે પુત્રના પણ પ્રવેશ અપાવ્યા હતા.

કાદરી ખંભાળિયામાં ડોક્ટર તરીકે જાણીતો હતો અને 20 વર્ષથી તબીબી પ્રેક્ટિસ કરતો હતો. રિમાન્ડ પર રહેલા કાદરીના તબીબી સર્ટિફિકેટની પોલીસે ચકાસણી કરતાં કાદરી પણ નકલી ડોક્ટર હોવાનું સ્પષ્ટ થયું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કાદરીએ તબીબી ડિગ્રી વગર 20 વર્ષ સુધી ખંભાળિયામાં તબીબી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કર્યા હતા. કાદરીના આ કૃત્ય અંગે આગામી દિવસોમાં જે તે વિભાગને રિપોર્ટ કરવામાં આવશે.

કાદરીના આ કૃત્ય અંગે આગામી દિવસોમાં જે તે વિભાગને રિપોર્ટ કરવામાં આવશે.આ પ્રકરણમાં ડાંગર કોલેજના પ્રિન્સિપાલ ડો.અમિતાભ જોષી અને ખંભાળિયાના ડો.વહાબમિયા સીદીકમિયા કાદરી સહિત 43થી વધુ લોકો સામે ગુનો નોંધાયો હતો.