જેતપુર,
જેતપુરનો પ્રિન્ટિંગ ઉદ્યોગ મુસીબતનો સામનો કરી રહ્યો છે, પ્રદુષણના મુદ્દે ઉદ્યોગને 15 દિવસની નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસની મુદ્દત પુરી થતા જેતપુરના ઉદ્યોગપતિ અને મજૂરો હાલ મુસીબતનો સામનો કરી રહ્યા છે.
મુશીબતને લઇને ડાઇંગ એસોસીએશને રેકોવેશન માટે અરજી કરી હતી. ઉલ્લેખનિય છે કે નોટિસની મુદ્દત પૂર્ણ થતા કારખાનાના વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે. જેનાથી ઉદ્યોગને ફટકો પડશે.
જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશનમાં 1 હજાર 500 જેટલા સાડીના કારખાનાઓ નોંધાયેલા છે. જ્યારે 500 થી વધારે કારખાના નોંઘણી વગરના છે.. આ ઉદ્યોગમાંથી પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે 50 હજારથી પણ વધારે લોકોને રોજગારી મળે છે..
ઉદ્યોગ બંધ થવાથી દેશભરમાંથી આવેલા મજૂરો બેધર બની જશે. ઉધોગપતિઓ અને મજૂરોની પ્રશ્નો ઉકેલવાની માંગ તીવ્ર બની છે ત્યારે 50 વર્ષથી ચાલતા સાળી ઉદ્યોગને બચાવવામાં રાજ્ય સરકાર કેવી મદદ કરશે તે જોવુ રહ્યુ.
