Gandhinagar News: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી (Bomb Threat) દેવાની ધમકી અંગે મળેલા ઇ-મેઇલના સંદર્ભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghviની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. તેમણે ટોચના પોલીસ અધિકારીઓ સાથે આ સંદર્ભમાં બેઠક કરી હતી. આજે સવારે 8-15 વાગે સચિવાલયના સત્તાવાર ઇ-મેઇલ એડ્રેસ પર ખાલિસ્તાનીઓના નામે ધમકીભર્યો મેઇલ આવ્યો હતો. તેમા ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

હર્ષ સંઘવી (Harsh Sanghvi)ની ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક
આ ઘટનાની જાણ કરવામાં આવતા તરત જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિધાનસભા સંકુલમાં દોડી આવ્યા હતા. વિધાનસભા સંકુલમાંથી ધારાસભ્યોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિધાસભા સંકુલના સરકારી કર્મચારીઓને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે તરત જ ડોગ સ્કવોડ (Dog Squad) અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (Bomb Disposal Squad) બોલાવી લીધી હતી. બંનેએ વિધાનસભા સંકુલ અને સચિવાલયનો ખૂણેખૂણો ચકાસ્યો હતો. લગભગ એક કલાકથી પણ વધુ સમય ચકાસણી કર્યા પછી ગૃહ એક કલાક મોડું એટલે કે 10 વાગે શરૂ થયુ હતુ.

વિધાનસભા સંકુલને ઉડાવી દેવાની ધમકી
આ રીતે વિધાનસભાને ઉડાવી દેવાની આપવામાં આવેલી ધમકીને લઈને દરેક પક્ષના ધારાસભ્યએ બળાપો ઠાલવ્યો હતો. શાસક પક્ષના ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે ધમકી આપનાર સામે તો આવે અમે એને જોઈ લઈશું. જ્યારે વિપક્ષના નેતાઓનો આક્રોશ હતો કે જો વિધાનસભ્યોની જ સલામતીને લઈને આ પ્રકારની ચિંતા પ્રવર્તતી હોય તો પછી તો પ્રજાની સલામતીનું શું થશે.

હર્ષ સંઘવી (Harsh Sanghvi)નો કાર્યવાહી કરવા આદેશ
આને લઈને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટોચના પોલીસ અધિકારીઓ અને સાઇબર ઇન્ટેલિજન્સના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ પ્રકારની ધમકીઓને લઈને યોગ્ય દિશામાં કાર્યવાહી કરવામાં આવે અને ધમકી આપનારાઓ ફરીથી ધમકી આપી ન શકે તથા આ પ્રકારની ધમકીઓ કોઈ આપી જ ન શકે તે જોવા જણાવ્યું હતું.
