વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક વેપારીને મિલકત બાબતે જાનથી મારી નાખવાની કોશિશ કરી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેના પગલે પોલીસે જીવાભાઇ રબારી, દેવાભાઈ રબારી, અને રવજી પટેલ ના વિરોધમાં કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં ફરિયાદી ભરતભાઈની કાર નો પીછો કરતા આરોપી કાળા કલરની સ્કોર્પિયો કારમાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે.ફરિયાદી ના જણાવ્યા અનુસાર પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદો ના નામ જાહેર કર્યા છે.. જમીન અને મકાનો ના કેસમાં ગેરકાયદેસર રીતે ખંડણી ઉઘરાવી અને દાદાગીરી કરવી આરોપીઓનું ધંધો છે.
વેપારીની સફેદ કારનો પીછો કરતી આરોપીઑની બ્લેક સ્કોર્પિયો કાર
ઉલ્લેખનીય છે કે ફરિયાદી ભરતભાઈ ની ફરિયાદ માં દર્શાવવામાં આવેલા તમામ આરોપીઓ માથાભારે શખ્સ છે.. અગાઉ પણ આ તમામ આરોપીઓ સામે મારા મારી ધમકી અને જમીન પચાવી પાડવાના અનેક ગુનાઓ નોંધાયેલા છે.. ત્યારે હવે પોલીસે મિલકત બાબતે વેપારીને જાનથી મારી નાખવાની કોશિશ કરનારા આરોપીઓને ફરિયાદ અને સીસીટીવી ફૂટેજના આધારે પકડવા માટે કવાયત હાથ ધરી છે.જેમાં તપાસ દરમિયાન હુમલો કરનાર શખ્સ ની સાચી હકીકત બહાર આવશે તેવું પોલીસ માની રહી છે.
