Sabarkantha News/ નેશનલ હાઈવે પર બની હિટ એન્ડ રનની ઘટના, 70 વર્ષીય આધેડને કારે ઉડાવતા ઘટનાસ્થળે જ મોત

હિંમતનગર ઉદેપુર NHપર કાર ચાલકે ટાટાના શોરૂમ આગળ પુરઝડપે આવતી કારે રાહદારીને ઉડાવ્યો હતો, જે 70 વર્ષીય આધેડનું ઘટનાસ્થળે જ મોત થયું અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ.

Top Stories Gujarat Others

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે પર ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની છે. હિંમતનગર ઉદેપુર નેશનલ હાઈવે પર એક પુરપાટ ઝડપે આવતી કારે રાહદારીને ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ દુર્ઘટના હિંમતનગરમાં ટાટાના શોરૂમ આગળ બની હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક કાર ખૂબ જ ઝડપથી આવી રહી હતી અને રોડ ક્રોસ કરી રહેલા 70 વર્ષીય આધેડને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઘટના બાદ કાર ચાલક પોતાની કાર સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી કાર ચાલકની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસ દ્વારા કાર ચાલકને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કામે લગાડવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

@ Dipaksinh Rathod


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટ એટલાન્ટિસ ફ્લેટમાં આગ લાગતા 3નાં મોત

આ પણ વાંચો:રાજકોટમાં વધુ એક સહકારી મંડળીનું ઉઠમણું

આ પણ વાંચો:રાજકોટમાં મહિલા બની રણચંડી, રસ્તા વચ્ચે યુવકને માર્યા મુક્કા