World News/ ભારતનો દુશ્મન અને હાફિઝ સઈદના ખાસ સાથી અમીર હમઝા પર લાહોરમાં જીવલેણ હુમલો

પાકિસ્તાનના લાહોરમાં લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને હાફિઝ સઈદના નજીકના સાથી Amir Hamza પર અજ્ઞાત હુમલાખોરોએ ગોળીબાર કર્યો છે. જાણો આ આતંકી વિશે અને પાકિસ્તાનની હાલની સ્થિતિ.

World Top Stories
Amir Hamza

Terrorist Amir Hamza Attacked:  પાકિસ્તાનમાં ફરી એકવાર ‘અજ્ઞાત બંદૂકધારીઓ’નો ખોફ જોવા મળ્યો છે. લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક સભ્ય અને કુખ્યાત આતંકી હાફિઝ સઈદના જમણા હાથ ગણાતા અમીર હમઝા પર લાહોરમાં અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. આ હુમલામાં હમઝા ગંભીર રીતે ઘાયલ થયો હોવાના સમાચાર છે, જેને પગલે પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા આતંકીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ભીડભાડ વાળા વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર

લાહોરમાં એક ન્યૂઝ ચેનલની ઓફિસ પાસે જ્યારે અમીર હમઝા જઈ રહ્યો હતો, ત્યારે અજ્ઞાત હુમલાખોરોએ તેને નિશાન બનાવી ગોળીઓ ચલાવી હતી. હુમલાખોરો ઘટનાને અંજામ આપીને સહેલાઈથી ફરાર થઈ ગયા હતા. હમઝાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી હુમલાખોરો વિશે કોઈ કડી મળી નથી.

Amir Hamza

કોણ છે આતંકી Amir Hamza?

અમીર હમઝા (Amir Hamza) લશ્કર-એ-તૈયબાના સૌથી જૂના અને સ્થાપક સભ્યોમાંનો એક છે. તે હાફિઝ સઈદનો અત્યંત વિશ્વાસુ સાથી અને ભારત વિરુદ્ધ અનેક આતંકી ષડયંત્રોનો માસ્ટરમાઇન્ડ રહ્યો છે. ભારત સરકારે તેને લાંબા સમયથી મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ કરેલો છે. તે સંગઠન માટે ભંડોળ એકઠું કરવા અને યુવાનોને આતંકવાદ તરફ વાળવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો.

પાકિસ્તાનમાં ‘અજ્ઞાત હુમલાખોરો‘નો સિલસિલો

છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકીઓ રહસ્યમય રીતે માર્યા જવાની ઘટનાઓ વધી રહી છે. અગાઉ પણ પરામજીત સિંહ પંજવડ, શાહિદ લતીફ અને અકરમ ગાઝી જેવા આતંકીઓ અજ્ઞાત હુમલાખોરોનો શિકાર બની ચૂક્યા છે. આ સિલસિલો અમીર હમઝા સુધી પહોંચતા હવે પાકિસ્તાની એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.


આ પણ વાંચો :   ઈરાનની રેડ સી નાકાબંધીની ધમકી વચ્ચે શાંતિ મંત્રણા તેજ, ટ્રમ્પનો ઈઝરાયલ-લેબનોન પર મોટો દાવો

આ પણ વાંચો :    કેનેડા PR મેળવવી થશે સરળ? એક્સપ્રેસ એન્ટ્રીના 3 મોટા પ્રોગ્રામ્સ બંધ કરવાની તૈયારી.

આ પણ વાંચો :   ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, હોર્મુઝ સ્ટ્રેટ કાયમી ધોરણે ખોલ્યું; દુનિયાભરમાં તેલના ભાવ ઘટશે