પ્રાગ(ચેક રિપબ્લિક)
ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચેક રિપબ્લિકની કંપનીઓને ભારતમાં સંરક્ષણ ક્ષેત્રમાં ઉત્પાદન કરવા માટે આમંત્રણ આપ્યું હતું. સાથોસાથ તેમણે સંયુક્ત્તપણે સ્થાનિક માર્કેટોમાં ઉત્પાદન કરવા આહવાન આપ્યું હતું.
ચેક રિપબ્લિકમાં રાષ્ટ્ટ્રપતિની મધ્ય યુરોપિયન દેશોની યાત્રાના બીજા દીવસે ચેક રિપબ્લિક ઇવેન્ટમાં ભારતન તરફથી સંબોધન આપતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે,
ભારતની સહભાગિતા સાથે સ્થાનિક અને વૈશ્વિક બજારમાં સંરક્ષણ ક્ષેત્રની વઘતી જતી માંગની પૂર્તિ કરવા માટે મદદ અર્થે સોપાન ભરવા અનિવાર્ય બની ગયા છે.”
પ્રાગમાં પ્રતિનિધિમંડળ સ્તરની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાર મૂકતા જણાવ્યું હતું કે, એવી પુષ્કળ સંભાવના છે કે ભારતીય સંરક્ષણ ઉદ્યોગમાં વધતી જતી માંગને પુરવાર કરવા માટે ભારતટે અને ચેક રિપબ્લિકે સંયુક્તપણે કાર્ય કરવાની જરૂર છે.
વધુમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ચેક ઓટોમેકર સ્કોડા અને તેમની પિતૃ કંપની ફોક્સવેગને પણ “મેક ઈન ઇન્ડિયા” પહેલ અંતર્ગત ભારતમાં એક બિલિયન યુએસ ડોલરનાં રોકાણની જાહેરાત કરી હતી.
આપને જણાવી દઈએ કે ચેક રિપબ્લિકે લેઝર ટેક્નોલોજી ક્ષેત્રે, રાજદ્વારી પાસપોર્ટ ધારકો માટે વિઝા જરૂરિયાતોમાંથી મુક્તિ ઉપરાંત વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ઈન્ડો-ચેક કાર્ય યોજનાઓને જેવા વિવિધ મુદ્દાઓ પર સમર્થન બાબતે પાંચ મોમોરેંન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પણ સહી કરવામાં આવ્યા હતા.
